બાંગ્લાદેશની ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝ અને 3 મેચની ODI સીરીઝ રમાવાની છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાઈ રહી છે. આના પર ટીમ ઈન્ડિયાની પકડ ઘણી મજબૂત જોવા મળી રહી છે. ભારત અને બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર થઈ રહ્યું છે. જિયો સિનેમાએ આ સિરીઝને લઈને એક જાહેરાત શેર કરી છે. આ જાહેરાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે.
પાકિસ્તાનની મજાક ઉડાવી
બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસ પહેલા પાકિસ્તાનના પ્રવાસે હતી. જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. બાંગ્લાદેશે તેના હોમગ્રાઉન્ડમાં પ્રવેશ કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સિરીઝમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 2-0થી વ્હાઇટવોશ કર્યું હતું. જે બાદ હવે જિયો સિનેમાએ ભારત અને બાંગ્લાદેશ સિરીઝને લઈને એક જાહેરાત શેર કરી છે.
જેમાં પાકિસ્તાનના ચાહકોને દર્શાવવામાં આવ્યા છે. જાહેરાતમાં એવું કહેતા સાંભળી શકાય છે કે ટીમ ઈન્ડિયા, અમે સરહદ પારથી બોલી રહ્યા છીએ, બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં અમે તમારી સાથે છીએ. બાંગ્લાદેશની ટીમે અમારા ઘરે આવીને અમને હરાવ્યા છે. હવે અમારી તમામ આશાઓ ટીમ ઈન્ડિયા પાસેથી છે.
ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં
બે ઇનિંગ્સ બાદ ટીમ ઇન્ડિયા પાસે 500થી વધુ રનની લીડ હતી. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 287 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. પ્રથમ દાવમાં આર અશ્વિને સદી ફટકારી હતી અને જાડેજાએ પણ 86 રનની ઇનિંગ રમી હતી. હવે બાંગ્લાદેશ માટે જીત એટલી સરળ નથી.