ગુજરાત રાજ્ય પોલીસ પ્રભાગમાં ગાંધીનગર જિલ્લા પોલીસમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગાાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરજ બજાવતા મિત્તલબા કાન્તીલાલ પરમાર કે જેઓ ગુજરાત પોલીસ વતી 73 ઓલ ઇન્ડીયા પોલીસ રેસલીંગ કલસ્ટર 2024-2025, લખનઉ (ઉતર પ્રદેશ) ખાતે યોજાયેલ જેમાં આર્મ રેસલીંગમાં ભાગ લઈ ત્રીજા ક્રમે વિજેતા બની બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત પોલીસનું નામ રોશન કરેલું છે.
મિત્તલબાએ 47 મેડલ જીત્યા
મિત્તલબા કે જેઓ ગુજરાત પોલીસ વતી રેસલીંગ, પાવરલીફટીંગ, આર્મ રેસલીંગમાં આંતરરાષ્ટ્રીયકક્ષા, નેશનલકક્ષા તથા રાજ્યકક્ષાએ ભાગ લઇ કુલ 47 મેડલ જીત્યા છે. આમ, રાષ્ટ્રીય/ રાજ્યકક્ષાએ યોજાયેલ રેસલીંગ, આર્મ રેસલીંગ તથા પાવરલીફટીંગ અંગેની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ખાસ સિદ્ઘિઓ હાંસલ કરી છે.
આ સ્પર્ધામાં લેશે ભાગ
તદુપરાંત ગુજરાત રાજ્ય પોલીસ પ્રભાગના ઈતિહાસમાં રેસલીંગ ક્ષેત્રે એકમાત્ર મહિલા રેસલર તરીકે એવોર્ડ મેળવી રાજ્ય પોલીસ પ્રભાગનું નામ ઉજવળ કરનાર પ્રથમ મહિલા પોલીસ કર્મચારી છે. તેઓ ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (SAI), પટીયાલા ખાતે રેસલીંગના અધિકૃત કોચ તરીકે DIPLOMA IN SPORTS COCHING (NIS) WRESTLING તાલીક કોર્ષ કરી દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર રાજ્યના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે. તેઓ આગામી વર્ષમાં USA ખાતે યોજાનારા ઈન્ટરનેશનલ વર્લ્ડ પાવરલીફટીંગ સ્પર્ઘામાં ભાગ લેનાર છે.