મયંક યાદવે તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચમાં ધૂમ મચાવી હતી. ગ્વાલિયરમાં તેને ટી-20માં ડેબ્યૂ કર્યું કે તરત જ તેને તેની પહેલી ઓવર મેડન નાખી. તે બિલકુલ નર્વસ જોવા મળ્યો ન હતો. મયંક યાદવને પણ એક વિકેટ મળી અને ભારતીય ટીમે પણ જીત નોંધાવી.


ગૌતમ ગંભીરે મહત્વનો સંદેશ

કોચ ગૌતમ ગંભીરે મેદાન પર જતા પહેલા મયંક યાદવને મહત્વનો સંદેશ આપ્યો હતો. મયંકે પણ તેને ફોલો કરીને મેદાન પર પોતાનો જાદુ બતાવ્યો અને ફેન્સનું દિલ જીતી લીધું. ગંભીર સાથેની વાતચીતનો ખુલાસો પોતે મયંક યાદવે કર્યો છે.

જિયો સિનેમા સાથે વાત કરતા મયંક યાદવે કહ્યું, "તેમને (ગંભીરે) મને મૂળભૂત બાબતોને વળગી રહેવા કહ્યું. ભૂતકાળમાં સકારાત્મક પરિણામો આપ્યા હોય તેવી વસ્તુઓ કરવા. તેને મને અલગ-અલગ વસ્તુઓ અજમાવવાનું પણ કહ્યું. વસ્તુઓ વિશે વિચારશો નહીં, હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમી રહ્યો છું તે પણ જોતો નથી."

કેપ્ટને કહી આ વાત

તેના ધીમા બોલ અંગે મયંકે કહ્યું કે મેં તેનો ઉપયોગ IPLમાં પણ કર્યો હતો. જ્યારે મેં કેપ્ટન સાથે વાત કરી તો તેને કહ્યું કે મારે મારા સ્ટોક બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને વધારે વેરિએશન કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ગ્વાલિયર આવ્યા પછી, મેં જોયું કે વિકેટમાંથી કોઈ બાઉન્સ નથી, તેથી મેં તે મુજબ મારી ગતિ બદલી.

મયંક યાદવે જણાવ્યો પોતાનો પ્લાન

મયંક યાદવે કહ્યું કે મારો ફાસ્ટ બોલ નાખવાને બદલે હું સારી લેન્થ પર બોલ ફેંકવા પર વધુ ધ્યાન આપતો હતો. મેં પેસ વિશે વિચાર્યું ન હતું કારણ કે હું ઓછામાં ઓછા રન આપવા અને સારી લેન્થ પર બોલિંગ કરવાનું વિચારીને બોલિંગ કરતો હતો.

મયંક યાદવ ઈજા બાદ મેદાનમાં પરત ફર્યો છે અને તેની વાપસી બાદ ધૂમ મચાવી દીધી છે. પરંતુ તેને 150ની સ્પીડને સ્પર્શ કર્યો ન હતો કારણ કે તેનું લક્ષ્ય રેખા અને લંબાઈ હતી અને તે આમાં સફળ પણ રહ્યો હતો.

  • Follow us on: