- ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની અંતિમ મેચ
- આજની મેચમાં બની શકે અનેક રેકોર્ડ
- રોહિત શર્મા પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક
એશિયા કપ 2023ના સુપર-4 સ્ટેજમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિમમાં આ મેચ રમવામાં આવી રહી છે. જેમાં અનેક ખેલાડી અનેક રેકોર્ડ્સ બનાવી શકે છે. આ લિસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ પણ છે. રોહિત શર્મા પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે.
સચિનના આ રેકોર્ડને તોડશે રોહિત?
ભારતીય કેપ્ટન રોહિત શર્મા એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. રોહિતે 64.66ની એવરેજથી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 194 રન બનાવ્યા છે. જેમાં તેમણે 3 ફિફ્ટી, 24 ફોર અને 11 સિક્સ ફટકારી છે. આ સાથે રોહિત પાસે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક છે. આ માટે રોહિતને માત્ર 32 રનની જરૂર છે. રોહિતે અત્યાર સુધી એશિયા કપની 26 ઈનિંગમાં 939 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 9 ફિફ્ટી સામેલ છે. સૌથી વધુ રન બનાવવા મામલે તે આ લિસ્ટમાં 5માં સ્થાને છે.
બાંગ્લાદેશનો સર્વશ્રેષ્ટ બોલર બનશે શાકિબ?
બાંગ્લાદેશના દિગ્ગજ શાકિબ અલ હસન તાજેતરમાં ડેનિયલ વિટોરીને પાછળ રાખી દુનિયાના સૌથી વધુ વિકેટ લેનારા બીજો બોલર બન્યો છે. જો તે આજની મેચમાં 2 વિકેટ લેશે, તો તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બનશે.