• ભારતે શ્રીલંકાને રોમાંચક રીતે 41 રને હરાવી હતી
  • રોહિત શર્માએ શાનદાર રીતે કેચ આફટ કર્યો
  • રોહિતે આઉટ કરતા વિરાટે કર્યું કંઈક આવું

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ મેચમાં ભારતે શ્રીલંકાના મોંમાંથી જીતનો કોળિયો છીનવી લીધો છે. એવું કહી તો પણ ખોટું નથી. કારણ કે આ રોમાંચક મેચમાં એક સમય એવો હતો કે લગભગ ભારતની હાર નક્કી જ હતી. પરંતુ આ સમયે ભારતીય ફાસ્ટ બોલરોએ પોતાનો જાદુ દેખાડ્યો હતો. આ શાનદાર બોલિંગ જોઈને ખબર પડે છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 માટે પૂરી રીતે તૈયાર છે. આ મેચમાં રોહિત શર્માના કેચે દરેક લોકોના દિલ જીતી લીધા હતા.

રોહિતે 10 હજાર રનનો રેકોર્ડ બનાવ્યો

શ્રીલંકા સામેની મેચ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ યાદગાર બની હતી. 12 સપ્ટેમ્બરે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં ભારતે શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતનો સર્વશ્રેષ્ઠ સ્કોરર રોહિત શર્મા હતો. જેમણે 48 બોલમાં 53 રન બનાવ્યા હતા. રોહિતે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ દરમિયાન રોહિત શર્માએ વન ડે ઈન્ટરનેશનલમાં 10,000 રનનો જાદુઈ આંકડો પણ પાર કર્યો હતો. રોહિતની કેપ્ટનશિપના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે, કારણ કે ઓછા સ્કોરિંગ મેચમાં તેણે બોલિંગમાં સારા ફેરફાર કર્યા અને ફિલ્ડ પણ ખૂબ સારી રીતે સેટ કર્યું. રોહિતે આ મેચમાં સ્લિપમાં પણ શાનદાર કેચ લીધો હતો, જે બાદ વિરાટ કોહલી દોડીને આવ્યા હતા અને રોહિતને ગળે લગાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ મેચમાં કરાવી વાપસી

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા 13 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. 25.1 ઓવરમાં રોહિતે ઝડપ બતાવી અને સ્લિપમાં રવીન્દ્ર જાડેજાના બોલ પર શાનદાર કેચ લીધો. આ રીતે શ્રીલંકાએ તેની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. પ્રશંસકો ચોક્કસપણે આ વિકેટથી ખુશ હશે, પરંતુ વિરાટ જે રીતે ગયો અને રોહિતને ગળે લગાવ્યો તે જોઈને ચાહકો વધુ ખુશ છે.

રોહિત-વિરાટની તસવીરો થઈ વાયરલ

જ્યારે વિરાટ કોહલીએ રોહિતને ગળે લગાવ્યો ત્યારે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. કેટલાક ચાહકોએ તેને મેચની શ્રેષ્ઠ ક્ષણ પણ ગણાવી છે. મેચની વાત કરીએ તો શ્રીલંકાએ ભારતને 212 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 172 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી. ડ્યુનિથ વેલ્લાલેજને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે પાંચ વિકેટ લીધી હતી અને શ્રીલંકા માટે અણનમ 42 રન બનાવ્યા હતા.

  • Follow us on: