• ભારતે શ્રીલંકા સામે 41 રનથી જીત મેળવી હતી
  • મેચ દરમિયાન કિંગ કોહલી ડાન્સ કરતા જોવા મળ્યા
  • વિરાટ કોહલી લુંગી ડાન્સનો વીડિયો થયો વાયરલ

ભારતે 12 સપ્ટેમ્બરે શ્રીલંકા સામેની મેચમાં 41 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતને ફાઈનલની ટિકિટ મળી ગઈ. પરંતુ, આ મેચ દરમિયાન વિરાટ કોહલી લુંગી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જો કે ઘણા મેચો દરમિયાન વિરાટનો ડાન્સ કરતા વીડિયો વાયરલ થયા છે

લુંગી ડાન્સ... ગીતના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા કિંગ કોહલી

જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર્સ મેદાનમાં ઉતરે છે ત્યારે આખા સ્ટેડિયમમાં એક અલગ જ એનર્જી જોવા મળે છે, પછી ભલે તેઓ બેટિંગ કરવા આવ્યા હોય કે ફિલ્ડિંગ માટે. ભારતે એશિયા કપ 2023 સુપર-4ની તેની બીજી મેચ 12 જૂનની રાત્રે શ્રીલંકા સામે રમી હતી. ટીમ ઈન્ડિયાએ 41 રનથી જીત મેળવીને એશિયા કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીલંકા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ ફિલ્ડિંગ કરતી વખતે લુંગી ડાન્સ... લુંગી ડાન્સ... ગીતના હૂક સ્ટેપ કરતા જોવા મળે છે

વિરાટના ડાન્સનો વીડિયો થયો વાયરલ

ભારતે શ્રીલંકા સામેની મેચ જીતી હતી. પરંતુ, આ તે સમયની વાત છે જ્યારે ભારતીય ટીમની જીત નિશ્ચિત નહોતી. આ મેચ દરમિયાન એક સમય એવો પણ હતો કે ભારતની હાર થઈ શકતી હતી. આ તે ક્ષણ હતી જ્યારે ટીમ ઈન્ડિયાને હારનો ખતરો હતો. પરંતુ, એવું લાગી રહ્યું હતું કે વિરાટ કોહલીને તેની ચિંતા નથી. આ બધાથી ચિંતામુક્ત થઈને તે મેદાનમાં લુંગી ડાન્સ કરી રહ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતે શ્રીલંકા સામેની મેચમાં 41 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 213 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે શ્રીલંકાને 172 રન પર રોકી દીધું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.

હારથી લડી રહેલ મેચમાં વિરાટ કોહલીનો લુંગી ડાન્સ!

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાની ઇનિંગ્સ ચાલુ રહી હતી. જ્યારે મેચના દાવ પેચ હારમાં ફંસાયા હતા ત્યારે મેદાન પર ઉભેલા વિરાટ કોહલીએ લુંગી ડાન્સ કરવાનું શરૂ કરી દીધું. વાસ્તવમાં, મેચ દરમિયાન સ્ટેડિયમમાં લુંગી ડાન્સ સોંગ ચાલી રહ્યુ હતુ, જે સાંભળીને વિરાટ કોહલીએ અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ધૂન પર પગ હલાવવાથી પોતાને રોકી શક્યા નહીં. ત્યારબાદ કોલંબોથી કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જાડેજાએ વિકેટ લઈ મેચમાં ટીમની કરી વાપસી

શ્રીલંકા સામે લો સ્કોરિંગ મેચમાં હાર-જીત વચ્ચે દાવપેંચ ફસાયેલા હતા. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ હતો. શ્રીલંકાએ 99 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે ભારત સરળતાથી જીતી જશે. આ પછી ધનંજય ડી સિલ્વા અને ડનિથ વેલ્લાલેજ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી.

બંનેએ મળીને સ્કોર 162 રન સુધી પહોંચાડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ધનંજય ડી સિલ્વાને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવ્યું અને આ પછી બાકીની વિકેટો કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ લીધી. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર અને જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.

  • Follow us on: