ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ મેચના પહેલા દિવસે ભારતની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલને બાદ કરતાં ભારતીય ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. બાંગ્લાદેશના બોલર હસન મહમૂદે શાનદાર બોલિંગ કરી હતી. આ બધા સિવાય પહેલા દિવસે ભારતીય ડ્રેસિંગ રૂમની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં હેડ કોચ ગૌતમ ગંભીરથી લઈને વિરાટ કોહલી અને શુભમન ગિલ મસ્તી કરતા અને હસતા જોવા મળે છે. જેના પર ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.


ડ્રેસિંગ રૂમની ફની તસવીરો વાયરલ

મેચ દરમિયાન જ્યારે વિરાટ કોહલી અને શુભમન ગિલ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે ડ્રેસિંગ રૂમમાં મસ્તી કરતા જોવા મળ્યા ત્યારે ફેન્સ ખૂબ ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેની ફની તસવીરો વાયરલ થતાં જ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી.


ફેન્સે આપી આકરી પ્રતિક્રીયા

ફોટામાં જોવા મળ્યું હતું કે ગંભીર, કોહલી અને ગિલ એકસાથે બેસીને હસતા હતા. આ દરમિયાન ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પિચ પર ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આ તસવીરો પર ચાહકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે મેદાન પર ફ્લોપ થયા પછી ખેલાડીઓ માટે આ રીતે મજા કરવી યોગ્ય નથી. ચાહકોનું માનવું હતું કે મોજ-મસ્તીમાં સમય પસાર કરવાને બદલે ટીમના ખરાબ પ્રદર્શન પર ધ્યાન આપવું જોઈએ.



  • Follow us on: