- આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની છેલ્લી મેચ રમાશે
- આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં બપોરે 4 વાગ્યે શરુ થશે મેચ
- બાંગ્લાદેશ સામે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે
શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોના આર. પ્રેમાદાસ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. ભારતે શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને પહેલેથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કરી લીધું છે. તે સમયે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલ મેચમાં પાકિસ્તાન બે વિકેટથી હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. આ સાથે જ શ્રીલંકાએ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે ફેરફાર
ભારતીય ટીમ એશિયા કપ 2023ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે (12 સપ્ટેમ્બર) શ્રીલંકાને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. જોકે, ફાઈનલ પહેલા ટીમને સુપર-4માં બાંગ્લાદેશ સામે ત્રીજી મેચ રમવાની છે. આ મેચના પરિણામની ભારત પર કોઈ અસર નહીં થાય. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે.
બેટિંગ-બોલિંગ વિભાગમાં થઈ શકે છે
બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમના કેટલાક સિનિયર અને સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે અને તેમના સ્થાને અન્ય ખેલાડીઓને તક મળી શકે છે. બેટિંગથી લઈને બોલિંગ વિભાગમાં ટીમમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. બોલિંગ કોચ પારસ મ્હામ્બરેએ પણ પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યા હતા કે બાંગ્લાદેશ સામેની મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
આ સંભવિત ફેરફારો હોઈ શકે છે
બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને આરામ આપવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમનો હિસ્સો બની શકે છે. રાહુલ ઈજામાંથી પરત ફર્યા હતા અને સતત બંને મેચમાં બેટિંગ કરી હતી અને વિકેટો જાળવી હતી. રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન કીપરની ભૂમિકા ભજવશે.
આ સિવાય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવી શકે છે. પંડ્યાના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે કારણ કે શ્રીલંકા સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અક્ષર પટેલને બાંગ્લાદેશ સામે પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના છે.
બોલિંગ વિભાગમાં મોટા ફેરફારો થઈ શકે છે.
ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને બાંગ્લાદેશ સામેની મેચમાં આરામ આપવામાં આવી શકે છે. બુમરાહની જગ્યાએ શાર્દુલ ઠાકુર શમી અને સિરાજનું સ્થાન લઈ શકે છે. અનુભવી ફાસ્ટ બોલર શમી અત્યાર સુધી નેપાળ સામે માત્ર એક જ મેચ રમ્યા છે, તેથી તે નહીં રમે તે લગભગ નિશ્ચિત છે. શ્રીલંકા સામે ટીમની બહાર રહેલા શાર્દુલ ઠાકુરને વધુ એક તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ણા