મયંક યાદવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ એક રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મયંકે તેની કારકિર્દીની મેડન ઓવર ફેંકી હતી. ઝહીર ખાન અને જસપ્રિત બુમરાહ જેવા ઘાતક બોલરો પણ આ કરી શક્યા નથી. આ મેચમાં મયંકે એક વિકેટ પણ લીધી હતી.
મયંક યાદવે ડેબ્યૂ મેચમાં કરી કમાલ
મયંક યાદવે બાંગ્લાદેશ સામે ગ્વાલિયર T20 મેચમાં 4 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ નાખી હતી. મયંક પસંદગીના બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. જેણે પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં મેડન ઓવર ફેંકી હતી. મયંક પહેલા અર્શદીપ સિંહ, નવદીપ સૈની, ખલીલ અહેમદ અને અજીત અગરકર આ કરી ચુક્યા છે. અગરકરે 2006માં સાઉથ આફ્રિકા સામે તેની ડેબ્યૂ ટી20 મેચમાં મેડન ઓવર ફેંકી હતી.
IPLના કારણે મયંક લાઇમલાઇટમાં આવ્યો
મયંક IPLની છેલ્લી સિઝન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાની સ્પીડથી બધાને ચોંકાવી દીધા હતા. મયંકે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેણે લિસ્ટ Aના 17 મેચમાં 34 વિકેટ લીધી છે. 14 T20 મેચમાં 19 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. હવે મયંકે પણ ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે.
બાંગ્લાદેશ સામે મયંક સાથે અર્શદીપ-વરુણનું જોરદાર પ્રદર્શન
ભારત-બાંગ્લાદેશ મેચમાં મયંકે એક વિકેટ લીધી હતી. અર્શદીપે 3 વિકેટ લીધી હતી. અર્શદીપે 3.5 ઓવરમાં 14 રન આપ્યા છે. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.