• T20 વર્લ્ડકપમાં આજે ભારત છેલ્લી લીગ મેચ રમશે
  • ફ્લોરિડામાં ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ
  • વરસાદના કારણે રદ થઇ શકે છે આજની મેચ

ટીમ ઈન્ડિયા 2024 T20 વર્લ્ડકપમાં આજે તેની છેલ્લી લીગ મેચ રમશે. ફ્લોરિડામાં આજે ભારત કેનેડા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થાય તો શું થશે અહીં જાણો.

જો ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થઇ તો...

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ મેદાન પર શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાવાની હતી, જ્યારે શુક્રવારે અહીં યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ રમાવાની હતી. ખરાબ આઉટફિલ્ડ અને વરસાદને કારણે આ બંને મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વરસાદના કારણે આજની મેચ રદ્દ પણ થઈ શકે છે. સારી વાત એ છે કે જો ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જશે તો સુપર-8ના માહોલ પર તેની કોઈ અસર નહીં થાય. ખરેખર, ટીમ ઈન્ડિયા સુપર-8માં પ્રવેશી ચૂકી છે. જ્યારે કેનેડાની ટીમ સુપર-8 રેસમાં હારી ગઈ છે.

ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ ;eng

તમને જણાવી દઈએ કે ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. અહીંના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. વરસાદના કારણે ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી શકી ન હતી. એક દિવસ પહેલા જ યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ રદ્દ થવાની પણ શક્યતા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે.

ટીમ ઈન્ડિયા સુપર-8માં ત્રણ મેચ રમશે

2024 T20 વર્લ્ડકપના લીગ તબક્કામાં ભારતીય ટીમની આ છેલ્લી મેચ છે. આ પછી ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડમાં ત્રણ મેચ રમશે. ભારતીય ટીમ 20 જૂને અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ પછી ભારત 22 જૂને બાંગ્લાદેશ સાથે મેચ રમી શકે છે. 24 જૂને ટીમ ઈન્ડિયાનો સુપર-8ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. 

  • Follow us on: