- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ
- ઈંગ્લેન્ડની ટીમ પોતાની સાથે રસોઈયા લઈને આવશે
- ઈંગ્લેન્ડે ભારતમાં છેલ્લે 2012માં ટેસ્ટ સિરીઝ જીતી
ભારતના પ્રવાસે આવનારી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પોતાની સાથે રસોઈયા લઈને આવશે. ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે મશહુર ફુટબોલ ક્લબ મૈનચેસ્ટર યુનાઈટેડના રસોઈયાની સાથે કરાર કર્યા છે. ECB ઈચ્છે કે, મસાલેદાર વસ્તુઓ પસંદ કરનાર ખેલાડીઓ માટે પૌષ્ટિક ભોજન આપવામાં આવે. ઈંગ્લન્ડે આ મહિનાથી શરુ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. જેમાં વર્લ્ડ ક્રિકેટના 2 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર થવાની શક્યતા છે.
વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કર્યું
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કર્યું કે, રસોઈયાની આવશ્યક્તા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકના સંન્યાસ લીધા બાદ પડી છે. 45 વર્ષીય ઓપનરે કહ્યું કે, ઈન્ડિય પ્રીમિયર લીગ દરમિયાન ખેલાડીઓને શેફની આવશ્યકતા નહીં પડે. સહેવાગની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ ફૈનબેસ બાર્મી આર્મીએએ એક્સ પર આ સમાચાર આપ્યા હતા.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 થી 29 જાન્યુઆરી સુધી રમાશે, જે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
- બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જે 02 થી 06 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે.
- ત્રીજી ટેસ્ટ 15 થી 19 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે રમાશે.
- ચોથી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે.
- પાંચમી અને છેલ્લી ટેસ્ટ 7 થી 11 માર્ચ સુધી ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ઇંગ્લેન્ડની ટીમ અત્યારે WTCમાં 8મા સ્થાને
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિમાં 8મા ક્રમે છે અને તેણે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં 2 જીતી છે અને 2માં હાર થઈ છે, જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ઈંગ્લેન્ડ પાસે હાલમાં 15 પોઈન્ટ ટકાવારી છે. આવી સ્થિતિમાં ભારતના પ્રવાસ પર રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે.