- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે
- આજે અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમ જાહેર કરાશે
- T20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે આ સિરીઝ મહત્વપૂર્ણ
અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરીઝ માટે 7 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવનાર છે. જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી T20 સિરીઝ છે. આવી સ્થિતિમાં વિપક્ષી ટીમ ભલે થોડી નબળી હોય, પરંતુ વર્લ્ડ કપની તૈયારીની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ આ સિરીઝમાં અમુક હદ સુધી તેના ટીમ કોમ્બિનેશન પર કામ કરવા માંગે છે.
જોકે, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા મહત્વના T20 ખેલાડીઓની ગેરહાજરીને કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ માટે યોગ્ય ટીમ કોમ્બિનેશન શોધી શકશે નહીં. ત્યારે ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ઝડપી બોલરોને આરામ આપવાના મૂડમાં છે. આવી સ્થિતિમાં T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી અને ટીમ કોમ્બિનેશન શોધવાના મામલે અફઘાનિસ્તાન સીરિઝમાં બહુ હાંસલ થશે નહીં.
રોહિત અને વિરાટ પર સસ્પેન્સ
આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની દરેક જણ રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને તક આપવામાં આવે છે, તો તે નિશ્ચિત છે કે આ બંને મહાન ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024નો ભાગ બનશે. જો કે આ સિરીઝમાં બંનેના રમવાની શક્યતાઓ ઓછી છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને પસંદગીકારો અફઘાનિસ્તાન સિરીઝમાં આ બે મોટા ખેલાડીઓને આરામ આપી શકે છે. શક્ય છે કે રોહિત અફઘાનિસ્તાન સામેની T20માં જોવા મળી શકે, પરંતુ વિરાટ અહીં હાજર નહીં હોય.
એકંદરે, T20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમ વિશેના તમામ પ્રશ્નોના જવાબ અફઘાનિસ્તાન સિરીઝમાં મળવાના નથી. IPL 2024ના પહેલા મહિનામાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નક્કી કરશે કે T20 વર્લ્ડ કપમાં કોને સ્થાન મળશે કે નહીં. જો કે, અહીં જુઓ કે અફઘાનિસ્તાન સામે ભારતની ટીમ કેવી હોઈ શકે છે.
T20 સિરીઝ માટે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ., પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને મુકેશ કુમાર.