• T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસેમાં યોજાશે
  • T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું
  • વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમાશે

T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમાં ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઘણી મેચ રમશે. ભારતીય ટીમ જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. કેએલ રાહુલે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ T20માં તે હજુ સુધી મિડલ ઓર્ડરમાં ફિટ થઈ શક્યો નથી. તેમના આંકડા પસંદગીકારોની મુશ્કેલી વધારી શકે છે.

રાહુલની T20 કારકિર્દી

રાહુલનો T20 ફોર્મેટમાં બેટિંગ ક્રમમાં નંબર 4 અથવા તેનાથી નીચેનો રેકોર્ડ સારો રહ્યો નથી. આ દરમિયાન તેણે 25 ઇનિંગ્સ રમીને 675 રન બનાવ્યા છે. રાહુલની એવરેજ 42.18 છે. તે મિડલ ઓર્ડરમાં તેટલો સફળ રહ્યો નથી જેટલો તે ટોર ઓર્ડરમાં બેટિંગ કરતી વખતે રહ્યો હતો. રાહુલના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો તે ઘણો સારો રહ્યો છે. રાહુલે ભારત માટે 72 T20 મેચમાં 2265 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 22 ફિફ્ટી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 110 રહ્યો છે.

જો આપણે T20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો રાહુલે ઓપનર તરીકે 36 ઇનિંગ્સમાં 1178 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 13 ફિફટી ફટકારી છે. તેણે નંબર 2 પર બેટિંગ કરતા 18 ઇનિંગ્સ રમી છે. જેમાં 8 ફિફટીની મદદથી 648 રન બનાવ્યા છે. રાહુલે ત્રીજા નંબર પર 10 ઇનિંગ્સ રમી છે. જેમાં 265 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને એક ફિફટી ફટકારી છે.

અફઘાનિસ્તાન સામે સિરીઝ

ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે T20 સિરીઝ રમશે. તેની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. આ પછી બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે. રાહુલ અફઘાનિસ્તાન સામે T20 મેચ પણ રમી ચૂક્યો છે. તે T20 વર્લ્ડ કપમાં પણ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


  • Follow us on: