- આર. અશ્વિને માઈકલ વોને આપ્યો જડબાતોડ જવાબ
- માઈકલ વોને ટીમ ઈન્ડિયાની કરી હતી આકરી ટીકા
- ભારતનું આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર
ભારતીય ટીમે હાલમાં જ કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમ પ્રથમ વખત કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતી છે. પરતું આ પહેલા રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમને સેન્ચુરીયનમાં રમાયેલી ટેસ્ટમાં કરામી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડના પુર્વ કેપ્ટન માઈકલ વોને ભારતને સૌથી ઓછી ઉપલબ્ધિ મેળવનાર ટીમ ગણાવી હતી. જેના પર હવે ભારતીય સ્પિનર રવિચંન્દ્રન અશ્વિને જડબાતોડ જવાબ આપ્યો છે.
સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર
સેન્યુરિયનમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું, જે બાદ માઈકલ વોને ટીમ ઈન્ડિયાની આકરી ટીકા કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યું કે, ભારતીય ટીમ પાસે જે પ્રતિભા છે, તે પ્રમાણે હું માનું છું કે તેઓ કંઈપણ જીત્યા નથી. ભરપૂર પ્રતિભા હોવાં છતા પણ તેઓ છેલ્લે શું જીત્યા? તે ઓસ્ટ્રેલિયામાં બે વખત જીત્યા પણ છેલ્લે 2011 બાદ એકપણ ICC ટ્રોફી જીતી શક્યા નથી. તેણે આગળ કહ્યું, "તમને ખબર છે કે ટેસ્ટ ક્રિકેટમાં તમારા માટે કોણ યોગ્ય છે અને આ પ્રકારનું પ્રદર્શન કરવા માટે... મારો મતલબ છે કે તમામ પ્રતિભા હોવા છતાં, મને નથી લાગતું કે તે કંઈપણ જીતશે."
અશ્વિને જડબાતોડ જવાબ આપ્યો
વોનના આ નિવેદન બાદ અશ્વિને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સ્પિનરે કહ્યું કે, માઈકલ વોને પ્રથમ ટેસ્ટ બાદ આ નિવેદન આપ્યું હતું કે ટીમ ઈન્ડિયા સૌથી ઓછી ઉપલબ્ધિ હાંસલ કરવા વાળી ટીમ છે. હાં, ભલે અમે છેલ્લા ઘણા વર્ષોથી ICC ટ્રોફી જીતી શક્યા નથી, પરતું અમે પોતાની રમતને પાવર હાઉસ ગણાવીએ છીએ. ભારતે તાજેતરના ભૂતકાળમાં વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોમાંની એક છે. તેમના નિવેદન પછી, આપણા જ દેશના નિષ્ણાતોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે શું ભારત સૌથી ઓછું હાંસલ કરનાર દેશ છે? આ સાંભળીને ખરેખર હસવું આવી જાય છે.