- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમિફાઇનલ મેચ
- આજે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે
- આ સેમિફાઈનલ મેચમાં વરસાદ બની શકે છે વિલન
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ બાદ હવે કરોડો ચાહકોની નજર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી બીજી સેમિફાઇનલ પર ટકેલી છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ગયાના સ્ટેડિયમમાં (ભારતીય સમય મુજબ) રાત્રે 8 વાગ્યે થવાનો છે. આ મેચમાં ભારે વરસાદની આગાહી છે. હવે ગયાનાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમનું ટેન્શન થોડું વધવા લાગ્યું છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ભારત સીધી જ ફાઈનલમાં એન્ટ્રી કરશે.












