- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમિફાઇનલ મેચ
- આજે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે
- આ મેચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ આજે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ જીતીને બંને ટીમો ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે. પરંતુ આ મેચ પર ભારે વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી જશે. આનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળશે. ગયાનામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે મેદાન ભીનું થઈ ગયું છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટને આ અંગે સવાલો ઉભા કર્યા છે.
આઉટફિલ્ડ માટે આટલા ઓછા કવર શા માટે છે?
ગયાનામાં વરસાદ વચ્ચે, એક યુઝરે સોશિયલ મીડિયા પર મેદાનનો ફોટો શેર કર્યો અને લખ્યું કે ગુયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો સેમિફાઇનલ-2 રદ થાય છે, તો ભારત સેમિફાઇનલ જીત્યા વિના વર્લ્ડકપ ફાઇનલ રમનારી બીજી ટીમ બની જશે. 1999 માં, ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સાથે મેચ ડ્રો થઈ હતી, પરંતુ તેમ છતાં તે ફાઈનલ માટે ક્વોલિફાય થયું.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોને આ પોસ્ટ પર લખ્યું: આ ચોમાસાની સિઝન છે, ભારે વરસાદનો ખતરો છે, હું સમજી શકું છું પરંતુ સમગ્ર આઉટફિલ્ડ માટે આટલા ઓછા કવર કેમ છે? તમને મેદાનને મોટા ભાગને આવરી લેવા માટે કવર મળે છે.
જો મેચ રદ થશે તો ઈંગ્લેન્ડ બહાર થઈ જશે
હાલમાં ગયાનાનું હવામાન જોઈને ઈંગ્લેન્ડની ટીમ અને પ્રશંસકોનો જીવ અધ્ધર થઈ ગયો છે. જો વરસાદના કારણે સેમનફાઈનલ મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી જશે અને ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે. કારણ કે ટીમ ઈન્ડિયા ગ્રુપ-1માં ટોપ પર છે અને ઈંગ્લેન્ડ તેના ગ્રુપમાં બીજા નંબર પર છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકે છે.