- T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ પર સૌની નજર
- આ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારતીય ટીમ
- ભારત કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે, જાણો
T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ પર સૌની નજર છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાને 2022 T20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે દસ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડ સામે પોતાની જૂની હારનો બદલો લેવા ઈચ્છશે. ચાલો જાણીએ ટીમ ઈન્ડિયા કયા 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે:
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો વિરાટ કોહલી અને શિવમ દુબેનું ફોર્મ છે. બંને ખેલાડીઓ હજુ સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. ટીમ ઈન્ડિયાને આશા હશે કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ફોર્મમાં પરત ફરશે અને મોટી ઈનિંગ રમશે. ટીમ ઈન્ડિયા પોતાની બોલિંગમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતી નથી. બુમરાહના નેતૃત્વમાં બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ભારતની સંભવિત ઈલેવન: રોહિત શર્મા (c), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડની સંભવિત ઈલેવન: ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રૂક, મોઈન અલી, લિયમ લિવિંગસ્ટન, સેમ કરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.
જાણો કેવી હશે પિચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ગયાનામાં રમાશે. આ મેચમાં સ્પિનરોને મદદ મળી શકે છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. આવી સ્થિતિમાં ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.