• ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમિફાઇનલ મેચ
  • સેમીફાઈનલ પહેલા જ રોહિત શર્માનું મોટું નિવેદન
  • રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં કરી શકે છે ફેરફાર

T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડકપ 2022માં પણ બંને ટીમો વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ કહ્યું કે તેમની ટીમ અહીં ઈંગ્લેન્ડ સામેની હાઈ-પ્રેશર T20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં શાંત રહેવા અને વસ્તુઓને સરળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

સેમીફાઈનલ પહેલા જ રોહિત શર્માનું મોટું નિવેદન

સેમિફાઈનલ મેચ પહેલા રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે ભારતીય કપ્તાન રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તમે હાઈ-પ્રેશર મેચને કઈ રીતે જુઓ છો? જવાબમાં રોહિતે કહ્યું, અમે આ મેચને પણ સામાન્ય મેચની જેમ ટ્રીટ કરવા માંગીએ છીએ. અમે તેને સેમિફાઇનલ હોવાની વાત કરવા માંગતા નથી. અમે એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યા છીએ અને અમારે તે ચાલુ રાખવું પડશે. આ નોકઆઉટ મેચ છે. જો તમે વધારે વિચારશો તો તેનો કોઈ ફાયદો નથી.

રોહિતે ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

રોહિત શર્માએ મેચની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે T20 અને ODIમાં ખુલ્લા મનથી રમવાનો પ્રયાસ કર્યો છે. તે બધું આખી ટૂર્નામેન્ટ દરમિયાન પડકારરૂપ રહેલ પરિસ્થિતિઓ પર નિર્ભર છે. તેણે કહ્યું કે અમે 'સ્માર્ટ' ક્રિકેટ ટીમ બનવા માંગીએ છીએ. મેં અંગત રીતે મારા માટે અને ખેલાડીઓ માટે પણ વસ્તુઓ સરળ રાખી છે. અમે ભૂમિકામાં સ્પષ્ટતા રાખીને અને મેદાન પર સારા નિર્ણયો લેવા માટે ખેલાડીઓ પર વિશ્વાસ રાખીને સારું પ્રદર્શન કર્યું છે.

વેસ્ટ ઈન્ડિઝમાં સ્પિનરોને મદદ મળે છે

રોહિતે કહ્યું કે બધા જાણે છે કે તેમને પોતાનું કામ પૂરું કરવાનું છે. અમને 2022 થી 2024 સુધીના ફેરફારોની જરૂર નથી. કેરેબિયન મેદાનમાં વિકેટો સ્પિન બોલિંગ માટે અનુકૂળ છે, પરંતુ રોહિતે કોઈ ખાતરી આપી નથી કે ટીમમાં ચાર સ્પિનરો હશે કે નહીં. કુલદીપ યાદવ અને અક્ષર પટેલે વેસ્ટ ઈન્ડિઝ લેગ ઓફ ધ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે કહ્યું કે અમે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીશું અને પછી ચાર સ્પિનરો અંગે નિર્ણય લઈશું.

  • Follow us on: