- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
- લંચ સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 388 રન
- ભારતીય ટીમ પર લગાવી 5 રનની પેનલ્ટી
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટના પ્રથમ દિવસે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવીને બીજા દિવસે દાવની શરૂઆત કરી હતી. દિવસની શરૂઆતમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં ટીમને બે ઝટકા લાગ્યા હતા. પરંતુ આ પછી ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર રહ્યા હતા. લંચ સુધીમાં બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 388 સુધી પહોંચાડ્યો અને 57 રનની પાર્ટનરશિપ કરી. પરંતુ આ દરમિયાન પહેલા સેશનમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું અને ઈંગ્લેન્ડને 5 રનનો ફાયદો થયો. વાસ્તવમાં અશ્વિનને પિચની વચ્ચે દોડવા બદલ અમ્પાયરે સજા ફટકારી હતી. પરંતુ સવાલ એ છે કે શું આમાં માત્ર અશ્વિનનો જ વાંક હતો.
અશ્વિનનો જ નહીં જાડેજાનો પણ વાંક!
તમને જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટના પહેલા જ દિવસે રવિન્દ્ર જાડેજાને અમ્પાયરે ચેતવણી આપી હતી. જાડેજાને ગુરુવારે પિચની વચ્ચે દોડવા બદલ ચેતવણી મળી હતી અને શુક્રવારે અશ્વિને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું ત્યારે ફિલ્ડ અમ્પાયર જોએલ વિલ્સને ટીમને 5 રનની પેનલ્ટી આપી હતી. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ હવે 5-0 એટલે કે 5 રન અગાઉથી પોતાની ઇનિંગની શરૂઆત કરશે. મતલબ કે ઈંગ્લેન્ડને મફતમાં 5 રન મળ્યા હતા.
MCCનો સંપૂર્ણ નિયમ શું છે?
હવે જો આના પર MCCના સંપૂર્ણ નિયમોની વાત કરીએ તો કાયદા 41.14.1 મુજબ પિચની વચ્ચે દોડવાનો મામલો 'અનફેર પ્લે'ની કલમ હેઠળ આવે છે. નિયમ જણાવે છે કે, 'ઈરાદાપૂર્વક અથવા કોઈપણ સંજોગોમાં પિચને નુકસાન પહોંચાડવાની પ્રક્રિયાને અયોગ્ય ગણવામાં આવે છે. જો બેટ્સમેન શોટ રમવા માટે વિકેટની વચ્ચે આવે છે તો પણ તેણે તરત ત્યાથી હટી જવું પડે છે. જો અમ્પાયરને લાગે છે કે વિકેટની વચ્ચે બેટરની હાજરી કોઈ કારણ વગર છે અને તેનાથી પિચને નુકસાન થઈ શકે છે, તો અમ્પાયર ચેતવણી આપે છે.
આ કાયદામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આવા કિસ્સામાં પ્રથમ અને અંતિમ ચેતવણી આપવામાં આવે છે. આ સમગ્ર ઇનિંગ દરમિયાન લાગુ પડે છે. જો ટીમના કોઈપણ સાથી દ્વારા આ ભૂલનું પુનરાવર્તન થાય છે તો બેટિંગ સાઇડ પર 5 રનનો દંડ ફટકારવામાં આવે છે. આ ઇનિંગમાં પણ એવું જ થયું. પહેલા જાડેજાને ચેતવણી મળી હતી અને હવે જ્યારે અશ્વિનને અટકાવવામાં આવ્યો ત્યારે ટીમને દંડ ફટકારવામાં આવ્યો.
જાડેજાએ બે ભૂલો કરી
એટલે કે રવીન્દ્ર જાડેજા હવે બે ભૂલ માટે જવાબદાર બન્યો છે. એક તરફ સરફરાઝ ખાનના રનઆઉટ બાદ પણ બધાએ તેના પર નિશાન સાધ્યું હતું. આ કારણે તે સદી ફટકારવા છતાં વિલન બની ગયો હતો. હવે આ મામલે પણ જાડેજાને પહેલી ચેતવણી આપવામાં આવી હતી. બીજી ભૂલ બાદ ટીમ ઈન્ડિયાને 5 રનની પેનલ્ટી લાગી છે.