• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ
  • શુભમન ગિલ નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો હતો
  • 6 ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નર્વસ નાઇન્ટીના શિકાર બન્યા

રાજકોટમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના ચોથા દિવસે શુભમન ગિલ નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો હતો. તે માત્ર 9 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. સામાન્ય રીતે, જ્યારે બેટ્સમેન સદીની નજીક હોય છે, ત્યારે તે ભાગ્યે જ રનઆઉટ થવાની ભૂલ કરે છે. આ જ કારણ છે કે ટેસ્ટ ક્રિકેટમાં 90+ ઇનિંગ્સ રમીને રનઆઉટ થનારા બેટ્સમેનોની સંખ્યા ઘણી ઓછી છે. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી વખત બન્યું હતું, જ્યારે કોઈ ભારતીય ખેલાડી 90+ રનની ઇનિંગ રમીને રનઆઉટ થયો હતો.

શુભમન ગિલ પહેલા, 5 ભારતીય બેટ્સમેન કે જેઓ ટેસ્ટમાં 90+ રન પર રનઆઉટ થયા છે તેમાં ધોની અને વેંગસરકર જેવા મોટા નામ સામેલ છે. વર્ષ 1953માં વિનુ માંકડ પ્રથમ વખત આ રીતે આઉટ થયા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ દરમિયાન તે 96ના સ્કોર પર રનઆઉટ થયો હતો. આ પછી વર્ષ 1960માં પાકિસ્તાન વિરૂદ્ધ જયસિમ્હા 99ના સ્કોર પર રનઆઉટ થયો હતો.

ધોની 99 ઈનિંગ્સ રમીને રનઆઉટ થયો હતો

1982માં દિલીપ વેંગસરકર શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં 90 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે 1997માં અજય જાડેજા 96 રનના સ્કોર પર રનઆઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. વર્ષ 2012માં એમએસ ધોની પણ 99ના સ્કોર પર રનઆઉટ થયો હતો. તે ઈંગ્લેન્ડ સામે જ રનઆઉટ થયો હતો.

શુભમને ગત મેચમાં સદી ફટકારી

શુભમન ગિલ રાજકોટ ટેસ્ટમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. મેચની ત્રીજી ઇનિંગમાં તેણે ઇંગ્લિશ બોલરોને વધુ તક આપ્યા વિના 91 રનની ઇનિંગ રમી હતી. આ માટે તેણે 151 બોલનો સામનો કર્યો હતો. ગત મેચમાં શુભમને શાનદાર સદી ફટકારી હતી, જો કે આ વખતે તે સદી ફટકારવામાંથી ચુકી ગયો હતો.

  • Follow us on: