- રોહિત શર્મા સેમિફાઈનલમાં જીત બાદ ભાવુક થયો
- રોહિત-વિરાટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે
- આ ફોટોમાં બંને વચ્ચે શાનદાર બોન્ડિંગ જોવા મળે છે
ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રને હરાવીને 2022ની સેમીફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ શાનદાર જીત બાદ ભારતીય ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. ઈંગ્લેન્ડ સામેની આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમમાં રડવા લાગ્યો. રોહિતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગરદન નીચી કરીને અને હાથ વડે આંખોને સાફ કરતો જોવા મળે છે. તેની બાજુમાં વિરાટ કોહલી ઉભો છે. જેઓ તેમને સંભાળતા જોવા મળે છે.













