- ધર્મશાળામાં ટેસ્ટમાં સરફરાઝ અને બેરેસ્ટો વચ્ચે બોલચાલી
- શુભમન ગિલે જોની બેરસ્ટોને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો
- કુલદીપ યાદવે જોની બેરસ્ટોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના યુવા ખેલાડીઓ અને ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડીઓ વચ્ચે ભારે બોલાચાલી જોવા મળી હતી. પહેલા યુવા સરફરાઝ ખાનને પહેલા માર્ક વુડ સાથે, પછી બેન સ્ટોક્સ અને હવે ત્રીજા દિવસે જોની બેરસ્ટો સાથે બોલચાલી થઈ હતી. વાસ્તવમાં, ભારતના શુભમન ગિલ આ ઝઘડાની શરૂઆત કરી અને બાદમાં સરફરાઝ ખાને બેરસ્ટોનો ઘમંડ દૂર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કુલદીપ યાદવે બેરસ્ટોની વિકેટ લીધી અને તેને પેવેલિયન પરત મોકલી દીધો.
શું હતો સમગ્ર મામલો?
વાસ્તવમાં, પ્રથમ વસ્તુ એ હતી કે જ્યારે જોની બેરસ્ટો ઝડપી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે સ્લિપ પર ઉભેલા શુભમન ગિલને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો. બેરસ્ટોએ ગિલને બીજા દિવસે તે ક્ષણની યાદ અપાવી જ્યારે શુભમન ગિલ અને જેમ્સ એન્ડરસન વચ્ચે કંઈક ચર્ચા થઈ રહી હતી. ત્યાર બાદ જ એન્ડરસને આગલી ઓવરમાં ગિલને આઉટ કર્યો હતો. બેરસ્ટોએ આ જ ઘટના અંગે કંઈક કહ્યું. જેના જવાબમાં ગિલે કહ્યું કે ઓછામાં ઓછા મારે 100 રન તો થયા પરંતુ તમે તો ફિફ્ટી પણ ફટકારી શક્યા નહીં. ધ્રુવ જુરેલ પણ ગિલને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
સરફરાઝ ખાને જડબાતોડ જવાબ આપ્યો
આ પછી જ્યારે બેરસ્ટો 39ના સ્કોર પર કુલદીપ યાદવના હાથે આઉટ થયો હતો. જ્યારે બેરસ્ટો પેવેલિયન તરફ જતો હતો ત્યારે સરફરાઝ ખાને કહ્યું, થોડા રન શું બનાવ્યા તમે હવામાં ઉછળવા લાગ્યા છો. આ ઉગ્ર બોલચાલી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વાતચીતમાં ભારતના ત્રણ ઉભરતા સ્ટાર્સ શુભમન ગિલ, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન સામેલ હતા.
અશ્વિને 5 વિકેટ લીધી હતી
ઈંગ્લેન્ડના પ્રથમ દાવના સ્કોર પ્રમાણે ભારતીય ટીમે 259 રનની લીડ લીધી હતી. જે બાદ ઈંગ્લેન્ડની ટીમનો બીજો દાવ ખોરવાઈ ગયો હતો. અડધી ટીમ માત્ર 100 રન બાદ પેવેલિયન આઉટ થઈ ગઈ હતી. બેરસ્ટોએ 31 બોલમાં 39 રન બનાવીને દાવને અમુક હદ સુધી આગળ લઈ ગયો હતો પરંતુ કુલદીપ યાદવે તેનો કેચ પકડ્યો હતો. આ પછી અશ્વિને લંચ બાદ રમવા આવેલા ઈંગ્લેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો અને બેન ફોક્સને પણ પેવેલિયન મોકલી દીધો. આના કારણે તેણે તેની 100મી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ પછી ઈંગ્લેન્ડ પર ઈનિંગ્સથી હારવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.