• કોહલી ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ નથી
  • વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા
  • માંજરેક કહ્યું ટીમ ઈન્ડિયા મેદાન પર વિરાટને કેમ મિસ કરી રહી છે

વિરાટ કોહલી હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે, જેના કારણે તે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ નથી. કોહલી અને અનુષ્કા શર્મા એક બાળકના માતા-પિતા બન્યા છે, જેનું નામ તેમણે 'અકાય' રાખ્યું છે. હવે પૂર્વ ભારતીય દિગ્ગજ સંજય માંજરેકરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા મેદાન પર વિરાટને કેમ મિસ કરી રહી છે.

વિરાટ કોહલી ફેન્સનું મનોરંજન કરે છે

ફેન્સ વિરાટ કોહલીને ફરીથી મેદાન પર જોવા માટે બેતાબ છે. વિરાટ કોહલી જ્યારે મેદાન પર હોય છે ત્યારે તે માત્ર બેટિંગ દરમિયાન જ નહીં પરંતુ ફિલ્ડિંગ દરમિયાન પણ પોતાના ફેન્સનું મનોરંજન કરતો રહે છે. કોહલી મેદાન પર પોતાની સાથે એક અલગ જ ઉર્જા લઈને આવે છે. કોહલી કોઈને કોઈ રીતે ફેન્સને વ્યસ્ત રાખે છે. સંજય માંજરેકરે કોહલી વિશે કહ્યું, "વિરાટ કોહલી મેદાન પર એવી ઉર્જા લાવે છે જેની અત્યારે ખોટ અનુભવાય છે.

છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમી

વિરાટ કોહલી છેલ્લી વખત અફઘાનિસ્તાન સામે રમાયેલી T20 સિરીઝ દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો. કોહલીએ ત્રણ મેચની શ્રેણીમાં બે મેચ રમી હતી. ઈન્દોરમાં રમાયેલી મેચમાં તેના બેટમાંથી 29 રન બનાવ્યા હતા. આ પછી બેંગલુરુમાં રમાયેલી મેચમાં કોહલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.

વિરાટ IPLમાં વાપસી કરશે

અફઘાનિસ્તાન સામે T20 પહેલા, કિંગ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો. તેણે શ્રેણીની પ્રથમ મેચમાં 38 અને 76 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં વિરાટે 46 અને 12 રનની ઇનિંગ રમી હતી. આફ્રિકા પ્રવાસ પહેલા કોહલી વનડે વર્લ્ડકપ 2023માં રમતા જોવા મળ્યો હતો. હવે તે IPL 2024 દ્વારા મેદાનમાં પરત ફરશે.

  • Follow us on: