• ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે
  • ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય
  • ટીમ ઈન્ડિયાને મળી નવી ઓપનિંગ જોડી

T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી રહી છે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા નવા ઓપનિંગ સાથે રમતી જોવા મળશે.

યશસ્વીને તક ન મળી

આયર્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળી શકે છે. વાસ્તવમાં યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં સ્થાન નથી મળ્યું. આવી સ્થિતિમાં રોહિત સાથે પ્લેઇંગ 11માં ઈનિંગની શરૂઆત કરવાનો વિરાટ કોહલી એકમાત્ર વિકલ્પ છે. તે જ સમયે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

આયર્લેન્ડ પ્લેઇંગ-11

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલબર્ની, લોર્કન ટકર (wk), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગૈરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ.


  • Follow us on: