ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબર બુધવારથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે એટલે કે બુધવારે સવારે 9.30 વાગ્યાથી રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે પ્રથમ સેશન સમાપ્ત થયા બાદ પણ મેચ શરૂ થઈ શકી ન હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિંગ કોહલી એક યુવા ક્રિકેટરને ખાસ ભેટ આપતા જોવા મળી રહ્યા છે.
કોહલીએ યુવા ક્રિકેટરને આપ્યું બેટ
બેંગલુરુમાં કોહલીએ એક યુવા ક્રિકેટરને સહી કરેલું બેટ આપ્યું હતું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી મેદાનની વચ્ચે ઉભા રહીને યુવા ક્રિકેટર સાથે વાત કરી રહ્યો છે. કોહલી સાથે આ રીતે વાત કરવી યુવાનો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
વરસાદે બગાડ્યો ખેલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં યોજાવાની છે. મેચના પહેલા જ દિવસે વરસાદે રમત બગાડી હતી. પ્રથમ દિવસનું પ્રથમ સત્ર સંપૂર્ણપણે વરસાદમાં ખોવાઈ ગયું હતું. બેંગલુરુમાં સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેચ શરૂ થયાના બે દિવસ પહેલા બેંગલુરુમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. મેચના પહેલા જ દિવસે વરસાદે રમત બગાડી હતી.
બાકીની બે ટેસ્ટ ક્યાં રમાશે?
બેંગલુરુમાં પ્રથમ મેચ પછી, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો બીજી ટેસ્ટ માટે પુણે પહોંચશે, જ્યાં 24 ઓક્ટોબરથી મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ પછી, ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ત્રીજી ટેસ્ટ માટે મુંબઈ પહોંચશે, જ્યાં 1 નવેમ્બરથી વાનખેડેમાં મેચ રમાશે.
સ્ટેડિયમમાં ગુંજ્યું કોહલીનુ નામ
વિરાટ કોહલીને બહાર આવતો જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે આખું સ્ટેડિયમ ગૂંજવા લાગ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી છત્રી નીચે નાની બેગ લટકાવીને સ્ટેડિયમની બહાર નીકળી રહ્યો છે. કોહલી સાથે યશસ્વી જયસ્વાલ પણ જોવા મળી રહ્યો છે. જયસ્વાલ કિટ બેગ લટકાવતો જોવા મળે છે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.