ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ માત્ર 46 રન પર જ સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ ભારતમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે. ટીમ માટે માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. ચાલો જાણીએ, રોહિત અને ગંભીરના તે ત્રણ નિર્ણય, જેણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી.


પિચને સમજવામાં કરી ભુલ

રોહિત શર્મા અને ગૌતમ ગંભીર બંનેએ પિચ વિશે ખોટું અનુમાન લગાવ્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી. આ પછી પણ રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, રોહિત શર્માને પહેલા બોલિંગ કરવાનો મોકો મળ્યો હતો અને ખેલાડીઓ પણ પીચને સારી રીતે સમજી શકતા હતા. રોહિત શર્માએ આ નિર્ણય સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી દીધી છે.


પ્લેઇંગ ઇલેવનની પસંદગી

બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ ત્રણ ઝડપી બોલરો સાથે પ્રવેશ્યું છે. તો ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો સાથે જોવા મળી રહી છે. છેલ્લી ત્રણ રણજી મેચોમાં અહીં ઝડપી બોલરોએ સૌથી વધુ વિકેટો લીધી છે. આ પછી પણ ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ આકાશદીપને તક આપી ન હતી.


વિરાટ કોહલીને નંબર 3 પર તક આપી

આ મેચ પહેલા ગિલ ગરદનના દુખાવાના કારણે રમ્યો ન હતો. ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સરફરાઝ ખાનને તક આપી હતી. ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. ત્રીજા નંબર પર કોહલીનો રેકોર્ડ સારો રહ્યો નથી. આ પછી ટીમ મેનેજમેન્ટે તેને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો. તેનો આ નિર્ણય ટીમની વિરૂદ્ધ પણ ગયો અને કોહલી ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો.


  • Follow us on: