ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું. હવે બંને ટીમો T20 સિરીઝમાં સામસામે ટકરાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 મેચોની સિરીઝ રમાશે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર આવશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરીઝ રમાશે. ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને 2 અઠવાડિયાનો આરામ આપવામાં આવ્યો છે. જો કે ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે.


બાંગ્લાદેશ સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જે ખેલાડીઓ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ ન હતા તેમને આ ટીમમાં સ્થાન મળ્યું છે. શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને જસપ્રિત બુમરાહ ટી-20 સિરીઝનો ભાગ નહીં હોય. આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ તેઓ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, BCCIએ બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.

રેડ બોલ ક્રિકેટ પર BCCIનું ફોકસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનું ફોકસ રેડ બોલ ક્રિકેટ પર છે. આ કારણોસર સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નિતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરૂણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ

  • Follow us on: