બેંગલુરૂ ટેસ્ટના ચોથા દિવસે રિષભ પંતે કમબેક કર્યું હતું. પંત ચોથા દિવસે સરફરાઝ ખાન સાથે બેટિંગ કરવા આવ્યો હતો. આ પહેલા પંતને બીજા દિવસે ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે પંતે ત્રીજા દિવસે પણ બહાર રહેવું પડ્યું હતું. ચોથા દિવસે પંતે બેટિંગમાં શાનદાર વાપસી કરી હતી. ચોથા દિવસે પંતે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. આ સાથે પંતે તેની ટેસ્ટ કરિયરમાં 2500 રન પણ પૂરા કર્યા. હવે પંતે એક મામલામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.


પંતે ધોનીનો આ રેકોર્ડ તોડ્યો

બેંગલુરૂ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પોતાના 2500 ટેસ્ટ રન પૂરા કર્યા. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા એમએસ ધોની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન હતા. ધોનીએ 69મી ઇનિંગ્સમાં 2500 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. જ્યારે પંતે 2500 રન પૂરા કરવા માટે 62 ઇનિંગ્સ લીધી હતી.


ટીમ ઈન્ડિયાની શાનદાર બેટિંગ

ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવીને 344 રન બનાવી લીધા હતા. ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડથી માત્ર 12 રન પાછળ છે. સરફરાઝ ખાન 125 રન અને રિષભ પંત 23 રન બનાવીને અણનમ છે. પંતની અડધી સદી બાદ બેંગલુરૂમાં વરસાદ આવ્યો હતો. જેના કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી.

46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ટીમ ઈન્ડિયા

બેંગલુરૂ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. આ સિવાય ઘરઆંગણે પહેલીવાર ટીમ ઈન્ડિયા આટલા ઓછા સ્કોર પર આઉટ થઈ હતી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી અને હવે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે.

  • Follow us on: