• રોહિત શર્માએ વર્લ્ડકપમાં 50 સિક્સર ફટકારી
  • રોહિત શર્માએ વર્લ્ડકપ 2023માં 26 સિક્સર ફટકારી
  • રોહિતે શર્માએ વર્લ્ડકપમાં 1000 રન પૂર્ણ કર્યા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ODI વર્લ્ડકપ 2023માં ધમાકેદાર સિક્સર ફટકારી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં એક, બે નહીં પરંતુ હવે ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ રોહિતે સૌથી વધુ ઈન્ટરનેશનલ સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો. જે બાદ છેલ્લી મેચમાં તેણે એબી ડી વિલિયર્સને છોડીને એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે રોહિત શર્માએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ સિક્સર ફટકારીને વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આખી ટુર્નામેન્ટની જેમ તેણે ટીમને શાનદાર શરૂઆત અપાવી અને 29 બોલમાં 47 રન બનાવ્યા.

હિટમેનનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

રોહિત શર્મા આ પહેલા સૌથી વધુ સિક્સ મારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડી ગયો હતો. હવે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેલે ODI વર્લ્ડકપમાં 49 સિક્સર ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સામે ત્રણ સિક્સર ફટકારીને રોહિતે વર્લ્ડ કપમાં 50 સિક્સર પૂરી કરી અને આ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. તેમજ વર્તમાન વર્લ્ડકપમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.

રોહિત શર્માએ 1000 રન પૂરા કર્યા

આ સાથે રોહિત શર્માએ વર્લ્ડકપમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા. સેમીફાઈનલમાં ભારતની કેપ્ટનશીપ કરનાર તે સૌથી મોટી ઉંમરનો કેપ્ટન પણ બન્યો હતો. તેના પહેલા એમએસ ધોની 33 વર્ષની ઉંમરે 2015 વર્લ્ડ કપમાં ટીમને સેમીફાઈનલમાં લઈ ગયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ 2019માં 30 વર્ષની ઉંમરે ભારતની કેપ્ટનશીપ કરી હતી.

ODI વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ

  • 50 – રોહિત શર્મા*
  • 49 – ક્રિસ ગેલ
  • 43 – ગ્લેન મેક્સવેલ
  • 37 – એબી ડી વિલિયર્સ
  • 37 – ડેવિડ વોર્નર

વર્લ્ડકપ એડિશનમાં સૌથી વધુ સિક્સ

  • 27 – રોહિત શર્મા (2023)*
  • 26 – ક્રિસ ગેલ (2015)
  • 22 – ઇઓન મોર્ગન (2019)
  • 22 – ગ્લેન મેક્સવેલ (2023)*
  • 21 – એબી ડી વિલિયર્સ (2015)
  • 21 – ક્વિન્ટન ડી કોક (2023)*

  • Follow us on: