ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આજે જે બન્યું છે તે પહેલાં ક્યારેય બન્યું ન હતું. ટીમની સાથે આખો દેશ શરમ અનુભવી રહ્યો છે અને તે પણ કીવી ખેલાડીઓની સામે, જેમને એટલા મહાન માનવામાં આવતા નથી. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને તેના જ દેશ ભારતમાં કારમી હાર આપી હતી.


મુંબઈમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ત્રીજા દિવસના બીજા સેશનમાં સમાપ્ત થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને 25 રને હરાવીને સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. પ્રથમ વખત ભારતીય ટીમને ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ મળ્યો છે અને આ ખૂબ જ શરમજનક છે. હારના કારણોની ચર્ચા થવી જોઈએ.

રોહિત-કોહલી ઘૂંટણિયે પડ્યા

રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમના સિનિયર ખેલાડી છે. જો બન્ને કામ ન કરે તો ટીમમાં યુવાનો પર દબાણ આવે છે અને આવું જ થયું છે. રોહિત અને વિરાટ આખી સિરીઝમાં ફ્લોપ રહ્યા છે. એવું લાગી રહ્યું હતું કે, ખેલાડીઓ બચાવ કેવી રીતે કરવો તે ભૂલી ગયા હતા. બન્નેએ મળીને મુંબઈમાં 34 રન બનાવ્યા હતા. આ હારનું મહત્વનું કારણ હતું.

પ્રથમ દાવમાં લીડ લીધી ન હતી

જ્યારે ભારતીય ટીમે કીવીઓને 235 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા ત્યારે ટીમ ઈન્ડિયા માટે સારી લીડ મેળવવાની તક હતી. પરંતુ બેટ્સમેનો તેમના આઈપીએલ હેંગઓવરમાં આઉટ થતા રહ્યા અને પ્રથમ દાવમાં લીડ માત્ર 28 રનની હતી. ઓછામાં ઓછા 70 રનની લીડ હોવી જરૂરી હતી.

સરફરાઝ ખાનનું બેટ પણ ચાલ્યું નહીં

ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રન બનાવી રહેલો સરફરાઝ ખાન સ્પિન પિચો પર રમવા માટે ટેવાયેલો માનવામાં આવે છે. પરંતુ તેણે પણ કોઈ ખાસ કરી શક્યો ન હતો. તે તાજેતરમાં જ ઘરેલુ ક્રિકેટ રમીને પાછો ફર્યો હતો અને બેંગલુરુ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં મુંબઈમાં તેના બેટથી માત્ર 1 રન બનાવવો તે બિલકુલ વ્યાજબી ગણી શકાય નહીં.

વધુ ડિફેન્સ કરવાનો પ્રયાસ

ભારતીય ટીમે ચોથી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે આક્રમણ થવાનું હતું અને પંતે તે કર્યું. વોશિંગ્ટન સુંદર અને અશ્વિને પણ પાછળથી રમત ધીમી કરી દીધી હતી. આનાથી કીવી સ્પિનરોને ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને આઉટ કરીને મેચ પોતાના નામે કરી લીધી

સિરાજની ભૂમિકા શું હતી?

સ્પિન પિચ પર બે ફાસ્ટ બોલરોને રમવાનો નિર્ણય સમજની બહાર હતો. સિરાજે આખી મેચમાં માત્ર 6 ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધી ન હતી. આ સિવાય તે એક પણ રન બનાવવામાં સફળ રહ્યો ન હતો, અક્ષર પટેલને સ્પિન ઓલરાઉન્ડર તરીકે લેવો પડ્યો કારણ કે પિચ રેન્ક ટર્નર હતી.


  • Follow us on: