- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે મેચ
- બાબર આઝમે ભારત સામેની વનડેમાં પ્રથમ ફિફ્ટી ફટકારી
- બાબર આઝમે મિસ્બાહ ઉલ હકના રેકોર્ડની બરાબરી કરી
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં બાબર આઝમે ફિફ્ટી ફટકારી હતી. આ ફિફ્ટી સાથે બાબર આઝમે ભારત સામેની વનડેમાં પ્રથમ ફિફ્ટી ફટકારી છે. આ સાથે તેણે મિસ્બાહ ઉલ હક અને આમિર સોહેલેના રેકોર્ડની બરાબરી કરી છે. એવા કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેણે ભારત સામે વર્લ્ડકપમાં પાકિસ્તાન માટે ફિફ્ટી ફટકારી છે
મિસ્બાહ ઉલ હકના રેકોર્ડની બરાબરી
બાબર અમદાવાદમાં ભારત સામે 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 58 બોલનો સામનો કર્યો અને 50 રન બનાવ્યા હતા. બાબરે આ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાન માટે ફિફ્ટી ફટકારનારા કેપ્ટનોની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. બાબર પહેલા મિસ્બાહ ઉલ હક અને આમિર સોહેલે આ સિદ્ધિ મેળવી હતી. મિસ્બાહે 2015માં 76 રનની ઇનિંગ રમી હતી. સોહેલે 1996માં 55 રન બનાવ્યા હતા.
બાબરનો ભારત સામે સર્વશ્રેષ્ઠ સ્કોર
બાબર આઝમે ભારત સામે અત્યાર સુધીમાં 8 વનડે મેચ રમી છે. આ દરમિયાન 218 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 50 રન રહ્યો છે. બાબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડેમાં એક ટીમ સામે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 19 ODI મેચમાં 840 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 7 ફિફ્ટી ફટકારી છે. બાબરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 107 રન રહ્યો છે.
પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 58 બોલમાં 50 રન બાબર આઝમે કર્યા છે, જ્યારે મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 49, ઈમામ ઉલ-હકે 38 બોલમાં 36, અબ્દુલ્લા શફીકે 24 બોલમાં 20, સઈદ શકીલે 10 બોલમાં 6, ઈફ્તિખાર અહમદે 4 બોલમાં 4, શાબાદ ખાને 5 બોલમાં 2, મોહમ્મદ નવાઝે 14 બોલમાં 4 અને હસન અલી 19 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે.