• લોકોને ટી-20 વર્લ્ડકપ 2024માં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચનો ઇંતજાર
  • બારત-પાકિસ્તાન મેચની સૌથી સસ્તી ટિકિટ 66 હજાર રૂપિયાથી વધું
  • ICCએ ડાયમંડ ટિકિટ ક્લબ કેટેગરી પણ બહાર પાડી છે

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચમાં આમને-સામને આવે છે, ત્યારે તેની સાથે કરોડો લોકોની ભાવનાઓ જોડાયેલી હોય છે. આ દિવસોમાં બંને દેશોના લોકો ટી-20 વર્લ્ડકપ 2024માં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા, ચાલો જાણીએ કે તમે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ કેટલામાં ખરીદી શકો છો અને ટિકિટ ખરીદવાની પ્રક્રિયા શું છે.

ભારત-પાક મેચની ટિકિટ

તમને જણાવી દઈએ કે 5 જૂને યોજાનારી ભારત અને આયર્લેન્ડ મેચની ટિકિટની કિંમત 150 ડોલર એટલે કે ભારતીય ચલણમાં લગભગ 12,500 રૂપિયા હશે. VIP ટિકિટની કિંમત એક હજાર ડોલર એટલે કે લગભગ 8 લાખ34 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. ભારત અને પાકિસ્તાનની મેચ અલગ બાબત છે અને સમગ્ર વિશ્વના લોકો આ અથડામણ પર નજર રાખશે. આ મેચની સૌથી સસ્તી ટિકિટ 66 હજાર રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. ICCએ ડાયમંડ ટિકિટ ક્લબ કેટેગરી પણ બહાર પાડી છે, જેમાં સૌથી મોંઘી ટિકિટ 10 હજાર ડોલરની હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં 10 હજાર ડોલરની કિંમત 8.3 લાખ રૂપિયાથી વધુ છે.

ભારત-પાક મેચની ટિકિટ કેવી રીતે ખરીદશો?

ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ ખરીદવા માટે તમારે T20 વર્લ્ડકપની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. વેબસાઈટ વિન્ડો ખોલીને ટિકિટ બુકિંગ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યોજાવાની હોવાથી તમારે આ સ્ટેડિયમના નામ પર ક્લિક કરવું પડશે. સ્થળ પસંદ કર્યા પછી, ભારત-પાકિસ્તાન મેચ પસંદ કરો. ટિકિટનો નંબર સેટ કર્યા પછી તમારે પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમને ઈ-મેલ દ્વારા ટિકિટ પ્રાપ્ત થશે.

  • Follow us on: