- આજે અમદાવાદ ખાતે ભારત-પાક.ની મેચ રમાશે
- ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે મેચ રમાશે
- સૌથી મોટો પ્રશ્ન શુભમન ગિલ રમશે કે નહીં?
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તેના પર સૌની નજર છે. ભારતીય પ્લેઈંગ કોમ્બિનેશનમાં સૌથી મોટો સવાલ એ છે કે શુભમન ગિલ રમશે કે નહીં? અત્યાર સુધીના તમામ રિપોર્ટ્સ અને વાતાવરણને જોતા એવું લાગે છે કે શુભમન ગિલનું રમવાનું લગભગ નક્કી છે અને ઇશાન કિશન કે શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે.
ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હતા ગીલ
શુભમન ગિલ ગયા અઠવાડિયે ડેન્ગ્યુથી સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને BCCIની મેડિકલ ટીમ દ્વારા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ થોડા કલાકો બાદ ડોક્ટરે ગિલને રજા આપી દીધી હતી.
ગિલ રમશે કે નહીં?
ડેન્ગ્યુના કારણે શુભમન ગિલ પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો, પરંતુ પાકિસ્તાન મેચ પહેલા તેમણે અમદાવાદ જઈને 2 દિવસ સુધી નેટ્સમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. ભારત-પાકિસ્તાન મેચના એક દિવસ પહેલા શુભમન ગિલે બેટિંગ માટે ઘણી પ્રેક્ટિસ કરી હતી, અને રવિચંદ્રન અશ્વિનના બોલને ખૂબ સારી રીતે રમી રહ્યા હતા. નેટ પ્રેક્ટિસ દરમિયાન, અશ્વિન એક બોલ પણ શુભમન ગિલને હરાવી શક્યો ન હતો, જોકે શુભમન ગિલ મોહમ્મદ શમીના બોલ પર થોડી સાવધાની સાથે રમી રહ્યા હતા.
ઈશાન કે અય્યર થશે બહાર
તે જ સમયે, ઈશાન કિશને શુક્રવારે પ્રેક્ટિસ કરી ન હતી, જેનો અર્થ એ છે કે કદાચ શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે અને જો શુભમન ગિલ રમે છે તો કદાચ ઈશાન કિશન અથવા શ્રેયસ અય્યર એક ખેલાડી હશે કે જેને બહાર બેસવું પડી શકે છે. જોકે ટીમની સંભાવનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે ઈશાન કિશનને બહાર બેસવું પડશે.