• ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ
  • ભારતીય ટીમે મહામુકાબલાનો ટોસ જીત્યો
  • ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ લાંબા સમય બાદ પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાન પર રમવા ઉતરી છે. પાકિસ્તાને આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી.

રોહિત શર્માએ શું કહ્યું?

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીત્યા બાદ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લેવા સાથે કહ્યું કે,. વરસાદ થવાની સંભાવના છે, પરંતુ અમે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.સારૂં ક્રિકેટ રમવા માટે તમારે આ બધા પડકાર અને સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે. અમે વેસ્ટ ઈન્ડીઝ સીરિઝ બાદ થોડો આરામ મળ્યો છે. બેંગ્લોરમાં અમે અહીં આવ્યા પહેલાં સારી તૈયારી કરી છે. હવે એ જોવાનું છે કે, આ ટૂર્નામેન્ટમાં શું પ્રાપ્ત કરીએ છીએ. આ એક શાનદાર ટૂર્નામેન્ટ છે અને અમારી પાસે સારી ટીમ છે. અમે આ મેચમાં 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિન બોલર સાથે રમવા ઉતરી રહ્યા છીએ.

બાબર આઝમે શું કહ્યું?

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ મેચમાં ટોસ હાર્યા બાદ કહ્યું કે, અમે પણ પહેલાં બેટિંગ કરવા માંગતા હતા, પરંતુ ટોસ અમારા હાથમાં નથી. અમે અહીં ખૂબ ક્રિકેટ રમ્યા છીએ તો અહીંની સ્થિતિને અમે જાણીએ છીએ. એશિયા કપમાં મોટી ટીમ રમે છે અને આ એક સારી ટૂર્નામેન્ટ છે. અમે અમારૂં બેસ્ટ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશું. અમે આ મેચમાં કોઈ ફેરફાર વિના ઉતરી રહ્ય છીએ.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત-રોહિત શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.

પાકિસ્તાન- ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.

  • Follow us on: