• આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • પાકિસ્તાને પ્લેઈંગ ઈલેવન જાહેર કરી
  • ભારતે હજુ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી નથી

શનિવારે 2 સપ્ટેમ્બરે એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમવામાં આવશે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

શાહીન આફરીદી ફિટ

પાકિસ્તાન માટે સારા સમાચાર એ છે કે, ભારત વિરુદ્ધ મેચ પહેલાં પાકિસ્તાનના સ્ટાર બોલર શાહીન અફરીદી સંપૂર્ણ ફિટ છે. પાકિસ્તાને પોતાની ટીમમાંમ કોઈ ફેરફાર કર્યા નથી. જેથી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની સેમ ટીમ મેદાનમાં ઉતરશે


પાકિસ્તાનની પ્લેઈંગલ ઈલેવન-

ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાબાદ ખાન, હારિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ અફરીદી.

ભારત-પાક.મેચમાં વરસાદ બની શકે વિઘ્ન

ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ શકે છે. વેધર રિપોર્ટ અનુસાર, મેચ શરૂ થાય તે પહેલા કેન્ડીમાં વરસાદની 68 ટકા સંભાવના છે. સાથે મેચ દરમિયાન દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ થવાની સંભાવના છે.

વરસાદના કારણે મેચ રદ થશે તો શું થશે?

વરસાદના કારણે જો ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ રદ થશે, તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. જેથી પાકિસ્તાનની ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 માટે ક્વોલીફાઈ કરી લેશે. સાથે ભારતીય ટીમે ક્વોલીફાઈ કરવા માટે નેપાળ વિરુદ્ધ જીત મેળવવી પડશે. જો ભારતીય ટીમ નેપાળ વિરુદ્ધ મેચ હારશે, તો એશિયા કપની બહાર થશે.

  • Follow us on: