• આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો
  • ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ભુલવાની આદતથી બધા જ વાકેફ છે. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ભુલવાની આદતનો ખુલાસો કર્યો હતો. રોહિત પણ પોતાનું વોલેટ અને ફોન હોટેલમાં ભૂલી જાય છે. એરપોર્ટ ગયા પછી તેને આ બધું યાદ આવે છે. રોહિતની ભુલવાની આદત ઘણી વખત લાઈવ જોવા મળી છે. ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન આવી જ ઘટના જોવા મળી હતી.

રોહિત શર્મા ટોસ દરમિયાન સિક્કો ભૂલ્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનના કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ રોહિત શર્માને સિક્કો ઉછાળવાનું કહ્યું કે તરત જ રોહિતે મેચ રેફરી પાસેથી સિક્કો માંગવાનું શરૂ કર્યું, જોકે આ સિક્કો તેના ખિસ્સામાં હતો. જેવો જ રોહિતને યાદ આવ્યું કે સિક્કો તેના ખિસ્સામાં છે, તેણે તે પોતાના ખિસ્સામાંથી કાઢીને ફેંકી દીધો. આ દ્રશ્ય જોઈને બાબર આઝમ હસી પડ્યો. તે જોરથી હસવા લાગ્યો.

ટોસ પાકિસ્તાનના પક્ષમાં ગયો હતો

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે વરસાદના કારણે મેચ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે શાહીન આફ્રિદીની એક ઓવર બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો.

રોહિતે સિક્સર ફટકારી હતી

ઓપનિંગ કરતી વખતે રોહિત શર્માએ પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીની ધોલાઈ કરી હતી. પ્રથમ ઓવરમાં તેણે સિક્સર ફટકારીને કુલ 8 રન બનાવ્યા હતા. જેમાં ત્રીજા બોલ પર વિસ્ફોટક સિક્સ પણ સામેલ હતી. જોકે આ પછી વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓએ પરત ફરવું પડ્યું હતું.

  • Follow us on: