• ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 19મી મેચ રમાશે
  • મેચ માટે ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે થશે
  • ન્યૂયોર્કમાં ટોસ પહેલા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે

આજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની 19મી મેચ રમાઈ રહી છે. મેચ માટે ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે થશે. કરોડો ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. ભારતે તેની પ્રથમ મેચ જીતી હતી, જ્યારે પાકિસ્તાનને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની નજર તેની બીજી જીત પર છે જ્યારે પાકિસ્તાન તેની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. મેચ પર વરસાદનો પડછાયો પણ છવાયેલો છે. ન્યૂયોર્કમાં ટોસ પહેલા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે.


બાબર આઝમ vs જસપ્રિત બુમરાહ

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ચોક્કસપણે રન બનાવી રહ્યો છે, પરંતુ તે જે સ્ટ્રાઈક રેટ પર રન બનાવી રહ્યો છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. આ સિવાય ટીકાકારો બાબર આઝમની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવી રહ્યા છે. બાબર આઝમ માટે ભારત સામે આસાન નહીં હોય. ખાસ કરીને બાબર આઝમ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સામે સંઘર્ષ કરી શકે છે. આ ફાસ્ટ બોલર સામે રન બનાવવા આસાન નહીં હોય. જસપ્રીત બુમરાહ તેની ગતિ, યોર્કર અને વિવિધતાથી બાબર આઝમની મુશ્કેલીઓ વધારી શકે છે.

વિરાટ કોહલી vs હરિસ રઉફ

IPLમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ સિઝનમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. પરંતુ અમેરિકન પીચ પર પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હરિસ રઉફ પોતાની ગતિથી વિરાટ કોહલી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. વાસ્તવમાં અત્યાર સુધીની મેચોમાં એવું જોવા મળ્યું છે કે નાસાઉ પિચ પર બેટિંગ કરવી સરળ નથી રહી. તેથી વિરાટ કોહલીએ હરિસ રઉફ સામે સાવધ રહેવું પડશે.

પીચને લઇ વકાર યુનિસનું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ 7.30 વાગ્યે રમાવાનો છે. મેચ પહેલા ટીવી પર પ્રી-મેચ શો દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે કહ્યું કે પીચ પર ઘણો ઉછાળો જોવા મળે છે. આવી સ્થિતિમાં અહીં બેટિંગ કરવી ઘણી મુશ્કેલ હશે.

  • Follow us on: