• આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો
  • ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ મેચમાં વિરાટ કોહલી પાકિસ્તાન સામે બનાવશે ખાસ રેકોર્ડ

ICC T20 વર્લ્ડકપમાં ગ્રુપ Aમાં સામેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં જ્યાં તમામની નજર પfચ પર હશે, તે જ સમયે વિરાટ કોહલી કેવું પ્રદર્શન કરે છે તેના પર પણ રહેશે. હવે કોહલીનું T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનની ટીમ સામે ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં તે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. કોહલી ભલે અપેક્ષા મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત કરી શક્યો ન હોય, પરંતુ આ મેચમાં તે મોટી ઇનિંગ રમવાના ઇરાદા સાથે મેદાનમાં ચોક્કસ ઉતરશે. સાથે જ વિરાટ કોહલી પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

વિરાટ રચી શકે છે ઈતિહાસ

T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ વિરાટ કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી 10 મેચમાં 81.33ની શાનદાર એવરેજથી 488 રન બનાવ્યા છે, જેમાં 5 ફિફ્ટી પણ સામેલ છે. આવી સ્થિતિમાં, જો કોહલી આ વર્લ્ડકપ મેચમાં વધુ 12 રન બનાવવામાં સફળ થાય છે, તો તે પાકિસ્તાન સામે T20 આંતરરાષ્ટ્રીયમાં 500 રન પૂરા કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ફોર્મેટમાં કોહલી આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બનશે. T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધ કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 5 ઇનિંગમાં 308 રન બનાવ્યા છે, જેમાં 4 ફિફ્ટીની ઇનિંગ્સ પણ જોવા મળી છે.

ભારતની નજર સુપર 8માં સ્થાન મેળવવા પર

ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી જેમાં તેણે આયર્લેન્ડ સામેની મેચ 8 વિકેટથી જીતી હતી. હવે, જો ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચ જીતવામાં સફળ થાય છે, તો તે સુપર 8 માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે, કારણ કે આ મેચ પછી ટીમ ઈન્ડિયાને તેની આગામી 2 મેચમાં અમેરિકા અને કેનેડાની ટીમો સામે છે.

  • Follow us on: