• આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ODI
  • જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ સ્ટેડિયમમાં મેચ
  • ભારત તરફથી 22 વર્ષીય સાઈ સુદર્શને કર્યું ડેબ્યૂ

ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે 3 વનડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારત તરફથી 22 વર્ષીય બેટ્સમેને ડેબ્યૂ કર્યું છે. IPL 2023 સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. IPL 2023ની ફાઈનલમાં શાનદાર ઈનિંગ રમી હતી. તેના IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં પોતાને સાબિત કરવાની તક મળી છે. 

સાઈ સુદર્શન ઓપનિંગ કરશે

સાઈ સુદર્શન હવે ટીમ ઈન્ડિયા માટે ઓપનર તરીકે રમતા જોવા મળશે. એટલે કે આ મેચમાં તે ઋતુરાજ ગાયકવાડ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. તેણે છેલ્લા એક-બે વર્ષમાં શાનદાર બેટિંગ કરી છે. તે IPL 2023માં ડેબ્યૂ કરતો જોવા મળ્યો હતો અને પ્રથમ સિઝનમાં જ તેણે 13 મેચ રમીને 507 રન બનાવ્યા હતા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સુદર્શને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઘણી શાનદાર ઈનિંગ રમી છે. આ કારણે હવે તે ટીમ ઈન્ડિયા સાથે જોવા મળશે.

સાઈ સુદર્શનનું પ્રદર્શન

સાઈ સુદર્શન તમિલનાડુથી આવતા ડાબોડી બેટ્સમેન છે. લેફ્ટ આર્મ લેગબ્રેક બોલર પણ છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 2001ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે ગયા વર્ષે 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ સિઝનમાં જ તેણે 500નો આંકડો પાર કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. આ સિવાય તેણે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટમાં પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. ઈ સુદર્શને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12 મેચ રમીને 843 રન બનાવ્યા છે. જ્યારે લિસ્ટ Aમાં તેના નામે 25 મેચમાં 1269 રન છે. આ સિવાય સાઈ સુદર્શને T20 ક્રિકેટમાં કુલ 31 મેચ રમીને 976 રન બનાવ્યા છે.


  • Follow us on: