IPL 2024માં અભિષેક શર્માએ પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે 200 થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ક્રિકેટ નિષ્ણાતો તેને 'નેક્સ્ટ બિગ થિંગ' તરીકે જોઈ રહ્યા હતા. પરંતુ અભિષેક શર્મા હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાને ન્યાય આપી શક્યો નથી. તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન પણ નિશ્ચિત નથી.


બીજી મેચમાં જ ફટકારી હતી સદી

અભિષેક શર્માએ આ વર્ષે ઝિમ્બાબ્વે સામે ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં તે ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે બીજી મેચમાં જ પોતાને સાબિત કરી બતાવ્યું. તેણે માત્ર 46 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ ત્યારથી તે સતત ફ્લોપ રહ્યો છે. અભિષેકે જુલાઈમાં તેની સદી બાદથી 8 ટી20 મેચ રમી છે, પરંતુ તે હજુ સુધી કોઈપણ ઇનિંગ્સમાં 20 રનનો આંકડો પાર કરી શક્યો નથી. તેણે કુલ માત્ર 70 રન બનાવ્યા છે, જેમાં તે ત્રણ વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવવા છતાં તે ભારતને મજબૂત શરૂઆત અપાવી શક્યો નથી.


સાઉથ આફ્રિકા સામે ફ્લોપ

અભિષેકે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં પણ તક આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી તે આ સિરીઝમાં ફ્લોપ રહ્યો છે. શોટ પિચ બોલ પર પુલ કરવાનો પ્રયાસ કરતી વખતે તે સતત આઉટ થઈ રહ્યો છે. તેણે પ્રથમ ટી20 મેચમાં 7 રન અને બીજી મેચમાં 4 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટીમમાં તેના સ્થાન પર સવાલો ઉઠી રહ્યા છે. યશસ્વી જયસ્વાલ અને ગિલ હજુ પણ ટીમમાં પાછા નથી આવ્યા. તેની વાપસી બાદ અભિષેક શર્મા માટે 15 સભ્યોની ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની જશે.


પિતા અને કોચ રાજ કુમાર શર્માએ કહી આ વાત

વધતા દબાણ છતાં અભિષેકના પિતા અને કોચ રાજ કુમાર શર્માને તેમના પુત્રમાં વિશ્વાસ છે. રાજ કુમાર માને છે કે તેનો પુત્ર આઉટ ઓફ ફોર્મ નથી પરંતુ તેનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તેને એક મજબૂત ઇનિંગની જરૂર છે. રાજ કુમારે કહ્યું, “અભિષેક આઉટ ઓફ ફોર્મ નથી. તેને તેની રન-સ્કોરિંગ લયમાં પાછા આવવા માટે માત્ર એક દાવની જરૂર છે. તેણે તેની રમત પર ખૂબ જ મહેનત કરી છે અને મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં સારો સ્કોર બનાવશે.”

  • Follow us on: