• રૂતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
  • ગાયકવાડને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બીજી વનડેમાંમાં થયો ઇજાગ્રસ્ત
  • ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો સમાવેશ કરાયો

ભારતના ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે, 23 ડિસેમ્બરના રોજ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને તેની પુષ્ટિ કરી હતી. ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગાયકવાડને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ગકેબરહા ખાતે રમાયેલી બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે જમણી આંગળીમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈએ કહ્યું કે બેટ્સમેનને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યા છે. તે ભારત જશે અને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ને રિપોર્ટ કરશે. BCCIએ બંગાળના ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરનને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે.

BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરી

BCCIએ એક અખબારી યાદીમાં લખ્યું છે કે તેનું સ્કેન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાતની સલાહ લીધા બાદ, બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને બાકીના પ્રવાસમાંથી બહાર કાઢી નાખ્યો છે. તે પોતાની ઈજા માટે NCAને રિપોર્ટ કરશે. રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો સમાવેશ કર્યો છે.

ટેસ્ટ ડેબ્યૂનો ઇંતજાર

અભિમન્યુ ઇશ્વરન ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને ઘણા વર્ષોથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અભિમન્યુ ઇશ્વરન ઘણા વર્ષોથી ઇન્ડિયા A તરફથી રમી રહ્યો છે. ઇશ્વરને 88 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.24ની એવરેજથી 6567 રન બનાવ્યા છે. અભિમન્યુને ભારતીય ટીમે ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ બોલાવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

  • Follow us on: