- હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે બહાર
- અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં હાર્દિકનું રમવું મુશ્કેલ
- હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માં થયો હતો ઈજાગ્રસ્ત
હાર્દિક પંડ્યા આ દિવસોમાં સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે હાર્દિક પંડ્યાને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે. IPL પહેલા ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે, જેમાં હાર્દિક પંડ્યાનું બહાર થવું લગભગ નિશ્ચિત છે. હવે બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક 2024 પહેલા જ આઈપીએલમાંથી બહાર થઈ શકે છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે હાર્દિક પંડ્યાની ઈજા ગંભીર છે અને તે આખી આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે. જો હાર્દિક IPLમાંથી બહાર થઈ જાય છે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો હશે, કારણ કે મુંબઈએ પહેલા તેની સાથે રોકડ સોદામાં ટ્રેડ કર્યો અને પછી તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો હતો. જોકે, બીસીસીઆઈ કે મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી હાર્દિક પંડ્યા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.













