- સાઉથ આફ્રિકા ફાઈનલમાં વિજય મેળવીને ચોકર્સ ટેગને દૂર કરી શકશે
- વર્લ્ડકપના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં પહેલીવાર જગ્યા બનાવી લીધી છે
- ત્રણ દાયકા બાદ સાઉથ આફ્રિકા આઈસીસી વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યું છે
વર્લ્ડકપ 2024ની ફાઈનલ 29 જૂને રમાશે. ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો મુકાબલો થશે. ટી20 વર્લ્ડકપ 2024ની પહેલી સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પહેલી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ 'ચોકર્સ'નો ટેગ દૂર તો કર્યો પરંતુ તે ફરી એકવાર ભારત સામે ફાઈનલમાં જીતી શકશે. એડન માર્કરમની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાએ આઈસીસી વર્લ્ડકપ ફાઈનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો હતો.
દ.આફ્રિકાએ સાત વખત હારનો સામનો કર્યો
દક્ષિણ આફ્રિકાને આઈસીસી વર્લ્ડકપ સેમિફાઈનલમાં સાત વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાત નોકઆઉટ મેચોમાં સાઉથ આફ્રિકા ટીમ જીતી શકી ન હતી અને જીતની નજીક આવ્યા બાદ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે ક્રિકેટ જગતના 'ચોકર્સ' તરીકે ઓળખાવા લાગી. હવે સવાલ એ થાય છે કે ચોકર્સ શબ્દનો ઉપયોગ ક્યાંથી થયો?
ચોકર્સ શબ્દ ચોક શબ્દ પરથી આવ્યો છે
ચોકર્સ ટેગ ચોક શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે અટકી જવું. મહત્વપૂર્ણ ક્ષણો પર અટકી જવું અથવા અટકવું. દક્ષિણ આફ્રિકા સાથે પણ આવું જ થયું હતું. મોટી મેચોમાં તે કોઈને કોઆ કારણસર અટકી જાય છે અને આ શાનદાર ટીમ ચોકર્સ તરીકે જાણીતી થઈ. દક્ષિણ આફ્રિકાની ટીમને 1999ના વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હાર બાદ ચોકર્સ તરીકે ઓળખવામાં આવી, પરંતુ આ કલંક 1992 અને 1996ના વર્લ્ડ કપમાં તેમની હાર બાદ શરૂ થયું હતું.
અફઘાનિસ્તાન સામેની સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડકપના ઈતિહાસમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્રણ દાયકા બાદ સાઉથ આફ્રિકા આઈસીસી વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી ગયું છે. ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ 29 જૂને એટલે કે આજે રમાશે.