• ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તોડી શકશે રેકોર્ડ
  • કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે
  • રોહિત શર્મા આ રેકોર્ડથી માત્ર 56 રન દૂર છે

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી જે રીતે નેતૃત્વ કર્યું છે, તેના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. રોહિત શર્માએ આ ટી20 વર્લ્ડકપમાં એ જ ઈરાદો બતાવ્યો છે જે તેને વર્લ્ડકપ 2023માં બતાવ્યો હતો. રોહિત જે રીતે 2023 વનડે વર્લ્ડકપમાં ઝડપી શરૂઆત આપીને વિરોધી બોલરોને દબાણમાં લાવી રહ્યો હતો, તે જ રીતે તેને આ ટી20 વર્લ્ડકપમાં પણ કંઈક આવું જ કર્યું છે.

રોહિતે 248 રન બનાવ્યા

રોહિત કોઈ વ્યક્તિગત માઈલસ્ટોન માટે નથી રમી રહ્યો, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામે 92 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, કારણ કે સદી તેના મગજમાં ક્યાંય ન હતી અને તે આક્રમક ક્રિકેટ રમવાથી ડરતો નથી. રોહિત શર્માએ આ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 248 રન બનાવ્યા છે. ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમના નામે છે, પરંતુ રોહિત શર્મા આ રેકોર્ડ તોડવાની નજીક છે.

બાબરે ટી20 વર્લ્ડકપમાં 303 રન બનાવ્યા હતા

બાબર આઝમે કેપ્ટન તરીકે ટી20 વર્લ્ડકપમાં 303 રન બનાવ્યા છે, જ્યારે રોહિતે 248 રન બનાવ્યા છે. જો દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં રોહિતનું બેટ બોલે અને તેને 56 રન બનાવ્યા તો તે બાબર આઝમને પાછળ છોડી દેશે. ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પાકિસ્તાનની ટીમ લીગ રાઉન્ડથી આગળ વધી શકી નથી. આ સાથે જ ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ પહેલા એક પણ મેચ હારી નથી.

ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

રોહિત ટીમ ઈન્ડિયા માટે આગળથી લીડ કરી રહ્યો છે, જ્યારે બોલિંગમાં પણ એક યુનિટ તરીકે શાનદાર રમત દેખાઈ રહી છે. આ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા કોઈ એક બેટ્સમેન કે બોલર પર નિર્ભર નથી અને આ જ કારણ છે કે એક યુનિટ તરીકે ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કરતી જોવા મળી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને આ ટી20 વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ પહેલા એક પણ મેચ હારી નથી.

  • Follow us on: