• સાઉથ આફ્રિકન ટીમ ફરી એકવાર ચોકર્સ સાબિત થઈ
  • ભારત સામેની હાર બાદ ખેલાડીઓ ઉદાસ દેખાતા હતા
  • ક્લાસને સાઉથ આફ્રિકાની હાર પર પ્રતિક્રિયા આપી છે

સાઉથ આફ્રિકન ટીમ ફરી એકવાર ચોકર્સ સાબિત થઈ છે. T20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની હાર બાદ તેના ઘણા ખેલાડીઓ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. ડેવિડ મિલર જેવા ખેલાડીઓ તો ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ એક સમયે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતી.

જ્યારે હેનરિક ક્લાસને સિક્સર મારવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય ચાહકોના હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. ક્લાસને તબાહી મચાવી હતી અને 26 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 5 સિક્સ ફટકારી હતી, પરંતુ 17મી ઓવરમાં તેણે હાર્દિક પંડ્યાના બોલ પર રિષભ પંતને આસાન કેચ આપી દીધો હતો. આ કેચ બાદ ક્લાસેન પણ પોતાની જાતથી ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં વાપસી કરી અને સાઉથ આફ્રિકાને કોઈ તક આપી નહીં. હવે ક્લાસને સાઉથ આફ્રિકાની હાર પર પ્રતિક્રિયા આપી છે.

હેનરિક ક્લાસને કરી પોસ્ટ

તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના પરિવાર સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે અને એક નોંધ લખી છે. ક્લાસને લખ્યું, “હાર પચાવી અઘરી છે, પરંતુ આ ટીમનો ભાગ હોવાનો ગર્વ છે. મારા પરિવાર સાથે આ ક્ષણો શેર કરવી એ મારા માટે સર્વસ્વ છે.

આ સાથે ક્લાસને તેની પત્ની માટે એક ખાસ સંદેશ પણ લખ્યો હતો. સોને માર્ટિન્સ ક્લાસેનને ટેગ કરીને તેણે લખ્યું - સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહેવા બદલ આભાર. હું તને અને લયાને ખૂબ પ્રેમ કરું છું. મારી બાજુમાં તમારા બંને વિના હું આ કરી શક્યો ન હોત.


  • Follow us on: