- ઝિમ્બાબ્વેએ ભારત સામે 6 જુલાઈથી યોજાનારી 5 મેચની ટી20 સિરીઝ માટે તેની ટીમની જાહેરાત કરી
- આ ટીમમાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓને સ્થાન મળ્યું નથી
- આ સિરીઝની તમામ મેચ હરારેના મેદાન પર રમાશે
ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે. આ ફોર્મેટમાં તેની આગામી સિરીઝ રમવાની છે. જ્યારે બીસીસીઆઈએ પહેલાથી જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી, જેમાં શુભમન ગિલ ટીમની કમાન સંભાળશે, હવે ઝિમ્બાબ્વે ક્રિકેટે પણ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેની કેપ્ટનશિપ સિકંદર રઝા કરશે પરંતુ ઘણા સિનિયર ખેલાડીઓ ટીમની બહાર છે.
આ ખેલાડીઓને ન મળી જગ્યા
ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા ભારત સામેની ટી20 સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી 17 સભ્યોની ટીમમાં તેદઈ ચતારા, બ્રેંડોન માવઉતા અને વેસ્લી માધવીરે પરત ફર્યા છે. ત્યારે રેયાન બર્લ, જોઈલોર્ડ ગુમબાઈ અને એનિસલે એન્ડલુને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી, આ સિવાય ક્રેગ ઈરવિન અને સીન વિલિયમ્સની પસંદગી પર પણ વિચાર કરવામાં આવ્યો નથી. ઝિમ્બાબ્વેની આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને પણ જગ્યા આપવામાં આવી છે, જેમાંથી એક પાકિસ્તાની મૂળના અંતુમ નકવી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં નકવીની બેટિંગ એવરેજ લિસ્ટ-એ ફોર્મેટમાં 73.42 છે અને તેણે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ફર્સ્ટ ક્લાસ ફોર્મેટમાં 300 રનની અણનમ ઈનિંગ રમી હતી.
ઝિમ્બાબ્વેની 17 મેમ્બર્સની ટીમ
સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનથન કેમ્પબેલ, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસેંટ કાઈયા, ક્લાઈવ મંડાડે, વેસ્લી મધેવિરે, તદીવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાદઝા, બ્રેંડન માવુતા, બ્લેસિંગ ગુજરબાની, ડાયોન માયર્સ, અંતુમ નકવી, રિચર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન, ખલીલ અહેમદ, તુષાર દેશપાંડે, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.