- ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સિરીઝ રમશે
- આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે
- આ સિરીઝની તમામ મેચ Sony Liv પર પ્રસારીત કરાશે
ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ હવે ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સીરીઝ રમવાની છે. આ સિરીઝ 6 જુલાઈથી રમાશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક પ્રશ્ન છે કે તેઓ આ T20I સિરીઝની લાઈવ મેચ કયાં જોઈ શકેછે.
તમે અહીં મેચ જોઈ શકો છો
સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે ભારત વિ ઝિમ્બાબ્વે મેચોના પ્રસારણના અધિકારો છે. આ મેચો સોની સ્પોર્ટ્સ ટેન 3 (હિન્દી) એસડી અને એચડી, સોની સ્પોર્ટ્સ ટેન 4 (તમિલ/તેલુગુ) અને સોની સ્પોર્ટ્સ ટેન 5 એસડી અને એચડી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. જો આપણે ઓનલાઈન માધ્યમ વિશે વાત કરીએ, તો તમે આ સીરિઝ સોની લિવ એપ પર જોઈ શકો છો. ઓનલાઈન જોવા માટે તમારે Sony Liv એપને સબસ્ક્રાઈબ કરવું પડશે.
આ સિરીઝનું શેડ્યૂલ
- 1લી T20I - શનિવાર, 6 જુલાઈ
- 2જી T20I - રવિવાર, 7 જુલાઈ
- 3જી T20I – બુધવાર, 10 જુલાઈ
- 4થી T20I - શનિવાર, 13 જુલાઈ
- 5મી T20I - રવિવાર, 14 જુલાઈ
આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.