• વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
  • T20 વર્લ્ડકપ જીત્યા બાદ તેણે નિવૃત્તિની જાહેરાત કરી
  • વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીત્યા બાદ જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે વિરાટ કોહલીને ઈમોશનલ મેસેજ આપ્યો છે.

વિકાસ કોહલીએ શેર કરી પોસ્ટ

વિરાટ કોહલીને ટેગ કરતાં તેના મોટા ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું, 'મારી લાગણી વ્યક્ત કરવામાં મને થોડો સમય લાગ્યો. મને લાગે છે કે હું તેને હવે લખી શકું છું. વિરાટ કોહલી ભાઈ, તમારી શાનદાર T20 કારકિર્દી માટે તમને અભિનંદન. ઘણા લોકોને ખબર નથી હોતી કે આ ગેમ તમારા માટે કેટલું મહત્વ ધરાવે છે અને તમે આ ગેમને શું આપ્યું છે. તમારી સફળતા તમારા આંકડાઓ જોઈને માપી શકાય છે. પરંતુ તમારા કારણે આવનારી પેઢી બદલાઈ ગઈ છે અને તેઓને કંઈક કરવાની પ્રેરણા મળી છે. જ્યારે તમે તમારી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે મેં લોકોને રડતા જોયા હતા. મને તમારા પર ગર્વ છે અને હજુ આગળ વધવાનું બાકી છે.”

રોહિત શર્મા અને જાડેજાએ પણ નિવૃત્તિ લીધી 

T20 વર્લ્ડકપ જીત્યા બાદ માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે, હાલ આ તમામ વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.

જાણો T20માં વિરાટ કોહલીના આંકડા

વિરાટ કોહલીનું T20 કરિયર ઘણું શાનદાર રહ્યું છે, વિરાટ કોહલીએ 125 T20 મેચ રમી છે, જેમાં તેણે 48.69ની એવરેજ અને 137.04ની સ્ટ્રાઈક રેટથી 4188 રન બનાવ્યા છે. T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં વિરાટ કોહલી બીજા ક્રમે છે. આ યાદીમાં રોહિત શર્મા નંબર વન પર છે.

  • Follow us on: