- ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વર્લ્ડકપ જીત્યો છે
- રોહિતની માતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
- પોસ્ટમાં વિરાટ કોહલી માટે કહી આ વાત
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વર્લ્ડકપ જીત્યો છે. આ જીત બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટના ટી20 ફોર્મેટને વિદાય આપી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન બન્યા બાદ તેની માતા પૂર્ણિમાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. 11 વર્ષની લાંબી રાહ બાદ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ભારતે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.
માતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
ભારતનો ચેમ્પિયન બન્યા બાદ દરેક લોકો રોહિત શર્માના ખૂબ વખાણ કરી રહ્યા છે. રોહિતની માતા પૂર્ણિમાએ પણ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેમણે હિટમેનની એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં તેની પુત્રી તેના ખભા પર અને વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે. ફેન્સ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વિરાટ માટે માતાએ કહી આ વાત
રોહિત શર્માની માતા પૂર્ણિમાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે દીકરી તેના ખભા પર છે, ભાઈ તેની સાથે છે અને આખો દેશ તેની પાછળ છે. રોહિતના આ ફોટામાં તેની પુત્રી સમાયરા તેની સાથે છે અને વિરાટ કોહલી તેની સાથે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને ઉભો છે. આ ફોટો પર રોહિત અને વિરાટને GOAT તરીકે દર્શાવવામાં આવ્યા છે એટલે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ.
દરેક ટી20 વર્લ્ડકપમાં રમનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર
તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ભારતને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડ્યા બાદ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત પહેલા વિરાટ કોહલીએ નિવૃત્તિ લીધી હતી. બાદમાં રવિન્દ્ર જાડેજા પણ નિવૃત્ત થનારાઓના લિસ્ટમાં જોડાયા હતા. 2007માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર રોહિત અત્યાર સુધીના દરેક ટી20 વર્લ્ડકપમાં રમનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર હોવાની અનોખી વિશિષ્ટતા ધરાવે છે. રોહિતે ટી20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં 257 રન બનાવ્યા, જે ભારતીય ખેલાડી માટે સૌથી વધુ રન છે.