• ભારતે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો
  • ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું
  • રોહિત શર્માએ જીત બાદ આપી પ્રતિક્રિયા

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ લગભગ 140 કરોડ ભારતીય ચાહકોને જીતની ભેટ આપી હતી. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારત લગભગ 7 મહિના પહેલા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હારી ગયું હતું, જેની ભરપાઈ તેણે આ જીતથી કરી હતી. આ જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ T20Iને અલવિદા કહ્યું અને જીત વિશે વાત કરી હતી.

મેચ બાદ રોહિત શર્માનું નિવેદન

મેચ બાદ રોહિત શર્માએ કહ્યું, "છેલ્લા 3-4 વર્ષોમાં અમે કયા સમયમાંથી પસાર થયા તે કહેવું મુશ્કેલ છે તેનો સારાંશ આપવો ખૂબ જ મુશ્કેલ છે. સાચું કહું તો, અમે વ્યક્તિગત રીતે અને એક ટીમ તરીકે ખૂબ જ મહેનત કરી છે. મેચ જીતવા માટે પડદા પાછળ ઘણું બધું થયું છે, આ એ નથી જે અમે આજે કર્યું છે, પરંતું એ છે જે અમે છેલ્લા 3-4 વર્ષોથી કરી રહ્યા છીએ.પરતું પરિણામ આજે આવ્યું છે. અમે ભુતકાળમાં ઘણી બધી પ્રેશર વાળી મેચો રમી છે અને તેમાં ક્યાક ખોટા પણ સાબિત થયા છીએ. એટલા માટે આજે છોકરાઓ સારી રીતે જાણતા હતા કે શું કરવું જોઈએ. અમે એક જૂથ થઈને ત્યારે પણ લડતા રહ્યા જયારે સાઉથ આફ્રિકા મેચમાં આગળ હતું.

ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે, એકંદરે , એક ટીમ તરીકે અમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી ટૂર્નામેન્ટ જીતવા માટે, પડદા પાછળ ઘણું બધું થાય છે, મને મારી ટીમ અને મેનેજમેન્ટ પર ખુબ જ ગર્વ છે કે અમને રમવા માટે સ્વતંત્રા આપી છે. મને લાગે છે કે અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

વિરાટ કોહલી પર રોહિત શર્મા

વિરાટ કોહલી પર આગળ, ભારતીય કેપ્ટને કહ્યું, "મને અથવા કોઈને પણ વિરાટના ફોર્મ પર કોઈ શંકા નથી. અમે તેની ગુણવત્તા જાણીએ છીએ, તે 15 વર્ષથી આ રમતમાં ટોચ પર છે, જ્યારે તક મળે છે, ત્યારે એક મોટો ખેલાડી તરીકે ઉભરી આવે છે. વિરાટે એક છેડે ઈનિંગ સંભાળી રાખી જે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને લાંબા સમય સુધી રમવું એ અમારા માટે એક ટીમ પ્રયાસ હતો અને વિરાટે તે સારી રીતે કર્યું. અહીંથી વિરાટનો અનુભવ આવે છે. તેની આસપાસના છોકરાઓ સારું રમ્યા, અક્ષરના 47 રનની ઈનિંગ પણ ઘણી મહત્વની હતી.


  • Follow us on: